અમદાવાદમાં ભર ચોમાસે પાણીની પારાયણ જોવા મળી, અમદાવાદના ખાડિયા વિસ્તારના લોકો છેલ્લા 15 દિવસથી હેરાન થઈ રહ્યા છે. AMCની બેવકૂફીથી પોળવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક પોળમાં એક દિવસમાં 30 થી વધુ પાણીના ટેન્કરોના ફેરા મારવા પડે છે. સારંગપુર પાણીની જર્જરિત ટાંકી તોડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ તાબડ તોબ પાણી બંધ કરી દેવાના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાના અન્ય વિસ્તારોમાં પણ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે.
લોકો કામકાજ છોડી લાઇનમાં ઉભા રહેવા મજબૂર













