અમદાવાદમાં આવતીકાલે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ફેરને લઈને AMTSની બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરના 28 રૂટ પરની 183 બસો માટે વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.આવતીકાલે બપોરે 12 વાગ્યાથી વૈકલ્પિક માર્ગ પર બસો ચાલશે. આ ઉપરાંત તંત્ર દ્વારા સહેલાણીઓ માટે કાંકરિયા પણ બંધ કરવામાં આવ્યું છે.
11 ઓક્ટોબરે બપોરે ત્રણથી રાત્રે બે વાગ્યા સુધી પ્રતિબંધ અમલી
અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડના આયોજનને લઈને અમદાવાદની લાઈફ લાઈન ગણાતી એએમટીએસ બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શહેરમાં 28 રૂટ પર 183 બસો વૈકલ્પિક માર્ગ પર દોડશે. બપોરે 12 વાગ્યાથી બસો વૈકલ્પિક માર્ગ પર દોડશે. પ્રતિબંધિત માર્ગ પર વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે 11 ઓક્ટોબરે બપોરે ત્રણથી રાત્રે બે વાગ્યા સુધી પ્રતિબંધ અમલી રહેશે.













