અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું AI171 વિમાન ક્રેશ થયું છે. આ ઘટનામાં 150થી વધુ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતાં. તેમનો બોર્ડિંગ પાસ પણ સામે આવ્યો છે. જ્યારે પ્લેનમાં કેટલા મુસાફરો સવાર હતાં તે યાદીમાં વિજય રૂપાણીનું 12મા નંબરે નામ છે. વિજય રૂપાણીનું આ ઘટનામાં નિધન થયું છે. રાજ્ય સભાના સાંસદ પરિમલ નાથવાણીએ માહિતી આપી છે.
વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્લેન ક્રેશ થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તેઓ 11 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતાં. એર ઈન્ડિયાની AI171 ફ્લાઈટમા તેઓ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતાં. તેઓ એકલા હતાં અને પહેલી હરોળમાંની સીટમા બેઠા હતાં. આ દરમિયાન પ્લેન ટેક ઓફ થયું હતું અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનામાં તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતાં. ત્યાર બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી હતી. હવે આ ઘટનામાં તેમનું નિધન થયું હોવાનું પણ સામે આવ્યું છે.

વિજય રૂપાણીની દીકરી રાધિકા લંડનમા રહે છે
વિજય રૂપાણીની દીકરી રાધિકા અને જમાઈ નિમિત બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને લંડનમાં પ્રેક્ટિસ કરે છે અને તેમને એક દીકરી પણ છે.જેથી રૂપાણી ઘણી વખત દીકરી પાસે લંડન જતા હોય છે. ત્યારે આ ફ્લાઈટ પણ લંડન જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતાં.