ગુજરાતના અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં એર ઈન્ડિયાનું એક વિમાન ટેક ઓફ કર્યા બાદ તરત જ ક્રેશ થઈ ગયું છે. મળતી માહિતી પ્રમાણે ક્રેશ સાઈટ પરથી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાય છે. આ વિસ્તારમાં હાલ અફરા તફીનો માહોલ છે.
ઘટનાની આખી ટાઈમલાઈન
સ્થળ- મેઘાણી નગર, અમદાવાદ
ફ્લાઈટ - એર ઈન્ડિયા, AI-171
રુટ- અમદાવાદથી લંડન
પેસેન્જર્સ - 242
વયસ્ક - 230
બાળકો -2
ક્રુ મેમ્બર -10
પાયલોટ - 2
ઉડાણ- 191 મીટર
સ્પીડ-322 કિમી/કલાક
બોર્ડિગ ટાઈમ - 1:10 PM
ટેક ઓફ ટાઈમ- 1:17 PM
પ્લેન ક્રેશ ટાઈમ -1:39 PM
કેન્દ્રીય ગૃહ મંત્રીએ અમિતશાહે આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી. ગૃહ મંત્રી અમિત શાહે DGP સાથે વાત કરી. જેના બાદ મુખ્યમંત્રી સુરતથી અમદાવાદ આવવા રવાના થયા. CMના ACS મનોજ દાસ અમદાવાદ જવા રવાના. એર ઇન્ડિયાનું એરબસ AI171 દુર્ઘટનાગ્રસ્ત થયું.
અમદાવાદ એરપોર્ટ બંધ
આ મોટી દૂર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ બંધ કરાયું છે. આગામી સૂચના સુધી અમદાવાદ એરપોર્ટ બંધ કરાયુ છે. અન્ય તમામ ફ્લાઇટ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ છે. બીજી સૂચના ન આવે ત્યાં સુધી અમદાવાદ એરપોર્ટ બંધ કરાયુ છે. આ અંગે ડીજીસીએએ નિવેદન આપ્યું છે કે અમદાવાદ એરપોર્ટ પર તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.