પીએમ નરેન્દ્ર મોદી 13 નવેમ્બરથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 13 નવેમ્બરે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ ગાંધીનગરના લોકભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 14 નવેમ્બરે સવારે હેલિકોપ્ટર દ્વારા અંબાજી જવા રવાના થશે અને બપોરે મંદિર ખાતે દર્શન-પૂજા કરશે.
13 નવેમ્બરે અમદાવાદ આગમન
પીએમ મોદી 13 નવેમ્બરે રાત્રે 8:30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. અહીંથી તેઓ ગાંધીનગરના લોકભવન ખાતે જશે અને રાત્રિ રોકાણ કરશે.
14 નવેમ્બરે સવારે અંબાજી જવા રવાના
14 નવેમ્બરે સવારે 10:50 વાગ્યે પીએમ મોદી ગાંધીનગર સચિવાલય હેલિપેડથી હેલિકોપ્ટર દ્વારા અંબાજી જવા રવાના થશે. સવારે 11:45 વાગ્યે તેઓ બનાસકાંઠાના ચીખલા હેલિપેડ પર પહોંચશે. ત્યારબાદ રોડ માર્ગે અંબાજી મંદિર જશે.
બપોરે 12થી 12:30 સુધી દર્શન-પૂજા
પીએમ મોદી બપોરે 12થી 12:30 વાગ્યા સુધી અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રોડ માર્ગે ચીખલા હેલિપેડ પર પરત પહોંચશે.
બપોરે ડીસાથી દિલ્હી જવા પ્રસ્થાન
બપોરે 12:45 વાગ્યે પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા ચીખલાથી ડીસા એરપોર્ટ જવા રવાના થશે. ત્યારબાદ બપોરે 1:25 વાગ્યે ડીસા એરપોર્ટથી વિમાન દ્વારા દિલ્હી જવા પ્રસ્થાન કરશે.
આ પણ વાંચો : Crime : રસગુલ્લો હોવાનું કહીને મોંઢામાં મુકી દીધો બોમ્બ, વિસ્ફોટમાં 35 વર્ષીય યુવકનું મોત, પોલીસ તપાસમાં લાગી