અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે. અને તંત્રની બેદરકારી પણ સામે આવી છે. તંત્રએ રસ્તા પર ખોદેલા ખાડામાં વાહનો ખાબક્યા છે. તો કેટલાક વાહનો અહીં ફસાયા છે. આ વરસાદી વાતાવરણમાં સ્થાનિકો હેરાન થઇ રહ્યા છે. તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરી પર રહીશોએ પત્ર ઉઠાવ્યા છે.
ખાડામાં ફસાયા વાહનો













