અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ (IMD) ની ભવિષ્યવાણી સાચી ઠરી છે. શહેરમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળોના ઘેરાવા વચ્ચે અમદાવાદમાં વરસાદની શરુઆત થઈ ગઈ છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ

https://twitter.com/sandeshnews/status/2083119970389815742
શહેરના ખાસ કરીને પૂર્વ ઝોન અને આસપાસના વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી છે. નરોડા, હંસપુરા, કૃષ્ણનગર, બાપુનગર અને શાહીબાગ જેવા વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ સિવાય અન્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટાં પડવાના અહેવાલ મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં અનુભવાઈ રહેલા અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસાદ શરૂ થતાં નાગરિકોને ગરમીથી મોટી રાહત મળી છે.
હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં આગામી કલાકો દરમિયાન વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની શરૂઆત થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના કંટ્રોલ રૂમ અને સબ-વે ટીમોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો ત્વરિત નિકાલ કરી શકાય.