હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાત રાજ્ય માટે મોન્સૂનની સૌથી મોટી અને ગંભીર આગાહી જારી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી અવિરત અને ભારેથી અતિભારે વરસાદી માહોલ જળવાઈ રહેશે.હવામાન સિંક્રોનાઇઝેશન મુજબ, રાજ્ય અને આસપાસના વાતાવરણમાં એકસાથે 5 જેટલી સક્રિય વરસાદી સિસ્ટમો કામ કરી રહી છે. જેમાં (1) ડિપ્રેશન, (2) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, (3) શીયર ઝોન, (4) મોન્સૂન ટ્રફ અને (5) અપર એર સાયક્લોનિક સરક્યુલેશનનો સમાવેશ થાય છે. આ પાંચ સિસ્ટમ્સના પાવરફુલ કોમ્બિનેશનના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં તોફાની વરસાદ વરસશે.
સિસ્ટમની સ્થિતિ અને મૂવમેન્ટ
પૂર્વ-મધ્ય ભારતમાં સર્જાયેલું 'ડીપ ડિપ્રેશન' હવે નબળું પડીને 'ડિપ્રેશન'માં ફેરવાયું છે. તેની તીવ્રતામાં આંશિક ઘટાડો નોંધાયો છે અને તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી થોડા સમયમાં આ ડિપ્રેશન વધુ નબળું પડીને 'વેલમાર્ક લો પ્રેસર' માં રૂપાંતરિત થઈ જશે, પરંતુ તેનાથી ભેજનો મોટો જથ્થો ગુજરાત તરફ ખેંચાઈ આવ્યો છે.
