અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ અત્યારથી જ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. રથયાત્રાના સંવેદનશીલ રૂટ પર કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે ગુનાહિત તત્વો સામે લાલ આંખ કરી છે. આ અંતર્ગત દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે એક વિશેષ અને પ્રશંસનીય સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે.

ગુનેગારોને પોલીસ સ્ટેશન બોલાવી લેવડાવ્યા શપથ

દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા વિસ્તારના રીઢા ગુનેગારો, ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા પેડલર્સ તેમજ શરીર સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની યાદી તૈયાર કરીને તેમને પોલીસ સ્ટેશન ખાતે હાજર રાખવામાં આવ્યા હતા. રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ અને કોમી એકતાનો માહોલ જળવાઈ રહે તે માટે આ તમામ ગુનાહિત તત્વો પાસે ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ નહીં થવાના અને શાંતિ જાળવવામાં સહકાર આપવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

https://www.instagram.com/reel/DapYsiBCcUy/?utm_source=ig_web_button_share_sheet     


કાયદો હાથમાં લેશો તો ખેર નથી: ACPની ખુલ્લી ચેતવણી

આ શપથ ગ્રહણ દરમિયાન હાજર રહેલા એસીપીરીના રાઠવાએ તમામ આરોપીઓને અને રીઢા ગુનેગારોને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "જો રથયાત્રા દરમિયાન કોઈ પણ તત્વ દ્વારા કાયદો અને વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો સહેજ પણ પ્રયાસ કરવામાં આવશે, અથવા તો કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈની સંડોવણી સામે આવશે, તો પોલીસ કોઈ પણ શેરમરખ રાખ્યા વિના કાયદાના દાયરામાં રહીને કડકમા કડક કાનૂની કાર્યવાહી કરશે." 

સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી કડક મોનિટરિંગ

અમદાવાદ પોલીસનો એકમાત્ર ઉદ્દેશ્ય ભગવાન જગન્નાથજીની રથયાત્રા એકદમ શાંતિપૂર્ણ, ભક્તિસભર અને સુરક્ષિત માહોલમાં સંપન્ન કરાવવાનો છે, જેના માટે સોશિયલ મીડિયાથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 


આ પણ વાંચો :  Sandesh Indepth : સુરતમાં સંકોચાતી ખાડી બની 'ડેથ ટ્રેપ', 1 હજાર કરોડની જાહેરાતો માત્ર કાગળ પર, 9.23 લાખ નાગરિકો આજે પણ જોખમમાં