અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા એસટીપી (STP) પ્લાન્ટમાંથી એક અત્યંત હ્રદયદ્રાવક અને દુખદ સમાચાર સામે આવ્યા છે. પ્લાન્ટમાં કામગીરી દરમિયાન સર્જાયેલી ગંભીર લાપરવાહીના કારણે બે નિર્દોષ મજૂરોના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટના બનતા જ શ્રમિક વર્ગ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે. શ્રમિકોની સુરક્ષાને તાંવે તંત્રના મોટા-મોટા દાવાઓ પોા પોલ ખોલતી આ ઘટના બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
50 લાખ રૂપિયાના દંડની નોટિસ ફટકારાઈ
આ ઘટના અંગે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સીધી રીતે કોન્ટ્રાક્ટરની ગંભીર જવાબદારી અને બેદરકારી સામે આવી છે. મજૂરોને પૂરતા સુરક્ષા સાધનો કે સેફ્ટી કીટ આપ્યા વિના જોખમી કામમાં ઉતારવા બદલ તંત્ર દ્વારા કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. આ ગંભીર બેદરકારી બદલ સબંધીત કોન્ટ્રાક્ટરને 50 લાખ રૂપિયાના માતબર દંડની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત, આ દુર્ઘટનામાં કસૂરવાર કોણ છે અને કોની ભૂલના કારણે આ ભોગ લેવાયો તેની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
