ગુજરાત અને અમદાવાદને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય રમતગમતનું હબ બનાવવાની મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, ખાસ કરીને વર્ષ 2030 ની કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ બીજી તરફ, જમીની હકીકત કંઈક અલગ જ કહાની કહી રહી છે. અમદાવાદ શહેરમાં નાગરિકો અને ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સોની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય અને સવાલોના ઘેરામાં આવી ગઈ છે. કરોડો રૂપિયાના માતબર ખર્ચ સામે સ્ટેડિયમ અને કોમ્પ્લેક્સની વાસ્તવિકતા પોલ ખોલી રહી છે.

વકીલ બ્રિજ નીચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી અધૂરી

શહેરના જાણીતા વિસ્તારમાં આવેલા વકીલ બ્રિજ નીચે (Under Bridge) નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી હજુ સુધી અધૂરી હાલતમાં પડી છે. એક તરફ તંત્ર દ્વારા આધુનિક સુવિધાઓ આપવાના દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પૂર્ણ થયેલી સુવિધાઓની પણ યોગ્ય જાળવણી (Maintenance) કરવામાં આવતી નથી. રમતગમતનાં મેદાનો (Sports Grounds) ની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે ખેલાડીઓ ત્યાં પ્રેક્ટિસ કરવા માટે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

સામાન્ય નાગરિકો માટે સુવિધાઓ ઉપયોગી કે શોભાના ગાંઠિયા?

કરોડો રૂપિયાના ટેક્સના ભંડોળમાંથી ખર્ચીને તૈયાર કરવામાં આવતા આ પ્રોજેક્ટ્સ સામાન્ય નાગરિકો અને યુવાનો માટે કેટલા ઉપયોગી સાબિત થઈ રહ્યા છે તે મોટો પ્રશ્ન બની ગયો છે. પૂરતી સુવિધાઓનો અભાવ, દેખરેખની કમી અને અધૂરા કાર્યોને કારણે આ કોમ્પ્લેક્સો પોતાની ઉપયોગિતા ગુમાવી રહ્યા છે. 2030 ની કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી ઇવેન્ટ્સ પહેલા જો સ્થાનિક તંત્ર આ પ્રકારની અસુવિધાઓ અને બેદરકારી સામે નહીં સુધારે, તો વહીવટી તંત્રની કાર્યક્ષમતા સામે ગંભીર સવાલો ઉઠવા સ્વાભાવિક છે.

આ પણ વાંચો : Patanમાં ધોળા દિવસે ફાયરિંગની સનસનીખેજ ઘટના, હાસાપુર વિસ્તારમાં બાઈક સવારોએ ચલાવી ગોળીઓ