અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી દીવાન બલ્લુભાઈ સ્કૂલને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને રૂપિયા 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી શિક્ષકોની હડતાળ દરમિયાન બાળકોને શાળામાં ગોંધી રાખવાની ગંભીર ઘટનાને પગલે કરવામાં આવી છે. શાળાના આ બેદરકારીભર્યા કૃત્યથી વાલીઓમાં ભારે રોષ ફેલાયો હતો. DEO દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે, શાળા તંત્રએ આ સમગ્ર ઘટના અંગે શિક્ષણ વિભાગને જાણ કરી નહોતી જે નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
શિક્ષકોએ હડતાળ પાડી













