અમદાવાદ શહેરમાં શિયાળાની ઋતુ જામવાની સાથે જ શહેરની હવા પ્રદૂષિત બનતા શહેરીજનો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ઠંડીના ચમકારા વચ્ચે ધૂળ અને ધુમાડાના રજકણો વાતાવરણમાં નીચે રહેતા શહેરના અનેક વિસ્તારોમાં AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) હાઈ નોંધાયો છે.
શહેરના પ્રમુખ વિસ્તારોમાં નોંધાયેલો AQI
પ્રાપ્ત આંકડાઓ અનુસાર, અમદાવાદના પૂર્વથી લઈને પશ્ચિમ સુધીના વિવિધ વિસ્તારોમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ છે અને AQI ઊંચા સ્તરે પહોંચ્યો છે.
