અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા આજે ભારે તોફાની સાબિત થઈ છે. મનપાની વિવિધ મહત્વની કમિટીઓના ચેરમેનોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેની સાથે જ વિરોધ પક્ષ કોંગ્રેસે સભામાં જોરદાર હોબાળો મચાવ્યો હતો. શાસક પક્ષ ભાજપ દ્વારા એક પણ કમિટીમાં કોંગ્રેસના સભ્યોને સ્થાન ન અપાતા વિપક્ષી કોર્પોરેટરોએ ગૃહના ફ્લોર પર આવીને 'સંવિધાનની હત્યા બંધ કરો' અને 'ભાજપ દ્રોહ'ના નારા લગાવ્યા હતા.


વિવિધ કમિટીની જાહેરાત

આ નિમણૂકોમાં રોડ કમિટીના ચેરમેન તરીકે જૈનિક વકીલ, વોટર કમિટી માટે ધરમશી દેસાઈ, અને ટાઉન પ્લાનિંગ , કમિટીમાં ભાગ્યેશ પટેલની વરણી કરાઈ છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ કમિટીમાં પરાગ નાયક, હેલ્થમાં દીપક પંચાલ, રેવેન્યુમાં મુકેશ પટેલ અને લીગલ કમિટીમાં વિપુલ પટેલને જવાબદારી સોંપાઈ છે. મટીરિયલ કમિટીના ચેરમેન હિતેન્દ્ર પરમાર, મહિલા બાળ કલ્યાણ માટે ડિમ્પલબેન વીરચંદ, હોસ્પિટલ કમિટી માટે ડો. ચાંદની પટેલ અને હાઉસિંગ કમિટીના ચેરમેન તરીકે દર્શન શાહની વરણી કરવામાં આવી છે.

વિવિધ કમિટીના નામો વાંચવા આ લિંક પર ક્લિક કરો 

કોંગ્રેસના તમામ નામ કાઢી નાંખ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ

આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "આટલી બધી કમિટીઓમાંથી કોંગ્રેસના તમામ નામ કાઢી નાખીને ભાજપે શહેરની જનતા સાથે દ્રોહ કર્યો છે. આ કોઈ રાજકીય પક્ષનો નહીં પણ અમદાવાદની જનતાનો અવાજ છે જે સુવિધાઓ માટે પરેશાન થઈ રહી છે."

મેયરે કોર્પોરેટરોને જાહેરમાં ટકોર કરી

બીજી તરફ, સામાન્ય સભાની શરૂઆતમાં જ એક રસપ્રદ અને શિસ્તભંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. 'વંદે માતરમ'ના રાષ્ટ્રગીત ગાન સમયે જ એક કોર્પોરેટર ફોન પર વાત કરતા ઝડપાયા હતા. આ ગંભીર બેદરકારી બદલ મેયર હિતેશ બારોટે કડક વલણ અપનાવતા તમામ કોર્પોરેટરોને જાહેરમાં ટકોર કરી હતી. મેયરે જણાવ્યું હતું કે, ગૃહમાં શક્ય હોય તો ફોન બંધ રાખવો અથવા તો તેને બહાર મૂકીને જ અંદર આવવું, બહાર ફોન લોકરની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. 


આ પણ વાંચો----     Venezuela Earthquake : ભયાનક ભૂકંપના 5 Video, આંખના પલકારામાં ગગનચુંબી ઇમારતો જમીનદોસ્ત, ચારેય તરફ માત્ર ચીસાચીસ

  • Follow us on: