અમદાવાદના સકરી તળાવમાં બે દિવસ પહેલાં ત્રણ યુવકોના ડૂબી જવાથી થયેલા કરુણ મોતની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું છે. વિપક્ષ અને નાગરિકો તરફથી ઉઠેલા સુરક્ષા સંબંધિત સવાલો બાદ AMCએ શહેરના તમામ તળાવો અને બિલ્ડિંગ પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ માટે તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.
સકરી તળાવના બનાવ બાદ AMCએ લીધો નિર્ણય
સકરી તળાવમાં બનેલી દુર્ઘટના બાદ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા. વિપક્ષે તળાવો અને જાહેર સ્થળોએ સલામતીના અભાવ અંગે ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં શહેરમાં આવેલા તમામ તળાવો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની બિલ્ડિંગ્સની સુરક્ષા વધારવા માટેના પગલાં લેવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણય બાદ સુરક્ષા વધારવા માટે અનેક પગલાં લેવામાં આવશે. જેમાં મુખ્યત્વે તમામ તળાવો અને મહત્વની બિલ્ડિંગ્સ પર CCTV કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાની મદદથી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાશે.













