અમદાવાદમાં અવારનવાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહાનુભાવો તેમજ Z સિક્યુરિટી ધરાવતા વીઆઈપી (VIP) નેતાઓ અને ગવર્નર-મંત્રીઓના કાર્યક્રમો યોજાતા રહે છે. આવા હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ્સ દરમિયાન વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો જેવા કે હેલ્થ, ઇજનેરી, ફાયર બ્રિગેડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ટ્રાફિક વ્યવસ્થા વચ્ચે યોગ્ય તાલમેલ રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક વિસ્તૃત SOP અમલી બનાવવામાં આવી છે.


આસિસ્ટન્ટ કમિશનર અને DyMC ની સીધી જવાબદારી

નવી ગાઈડલાઈન અનુસાર, હવેથી શહેરમાં જ્યારે પણ કોઈ Z સિક્યુરિટી મેળવનાર મહાનુભાવનો કાર્યક્રમ હશે, ત્યારે જે તે વિસ્તારના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રોટોકોલ મુજબ ‘નોડલ ઓફિસર’ તરીકે કામ કરશે. જ્યારે જે તે ચોક્કસ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) ને આખા કાર્યક્રમના સુપરવિઝન અને આયોજનના મુખ્ય નોડલ ઓફિસર બનાવવામાં આવ્યા છે. આ અધિકારીઓની મુખ્ય જવાબદારી કોર્પોરેશનના તમામ આંતરિક વિભાગો સાથે સતત સંકલન સાધીને સિક્યુરિટી એજન્સીઓ અને સ્થાનિક પોલીસ સાથે લિંક તરીકે કામ કરવાની રહેશે.

ASL બેઠકોમાં હાજરી ફરજિયાત

સુરક્ષાના કડક પ્રોટોકોલના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનરે આદેશ આપ્યો છે કે કેન્દ્રીય એજન્સીઓ અથવા સ્થાનિક પોલીસ દ્વારા યોજાતી એડવાન્સ સિક્યુરિટી લાયઝન (ASL) ની ગુપ્ત અને સંવેદનશીલ બેઠકોમાં AMC તરફથી આ નિયુક્ત નોડલ ઓફિસરોએ જ અનિવાર્યપણે હાજર રહેવું પડશે. કોઈ પણ સંજોગોમાં નીચલા સ્તરના કર્મચારીઓને આવી સંવેદનશીલ બેઠકોમાં મોકલી શકાશે નહીં. આ SOP ના કારણે ભવિષ્યમાં વીઆઈપી મુલાકાતો વખતે કાયદો-વ્યવસ્થા, રોડ સિક્યુરિટી, ફાયર સેફ્ટી કિલયરન્સ અને પ્રોટોકોલ જાળવવામાં વધુ સરળતા અને સચોટતા રહેશે.

આ પણ વાંચો: Aravalli: ભિલોડા પાસે એસટી બસની ટક્કરે યુવકનો ભોગ લીધો, બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત


  • Follow us on: