ચોમાસાની સિઝન દરમિયાન શહેરમાં વરસાદ સંબંધિત કોઈપણ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિ,પાણી ભરાવાની સ્થિતિ,વૃક્ષ પડવાની ઘટના,ડ્રેનેજ સમસ્યા,ફાયર ઇમરજન્સી અથવા અન્ય નાગરિક સમસ્યાઓ અંગે તાત્કાલિક પ્રતિસાદ મળી રહે તે માટે અમદાવાદના મેયર હિતેષ બારોટ તથા મનપા કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ મોનસૂન-2026 માટે વિશેષ કંટ્રોલ રૂમ વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.શહેરના તમામ ઝોનમાં 24 કલાક કાર્યરત રહે તેવી કંટ્રોલ રૂમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને નાગરિકોને જરૂરી સહાય ઝડપથી મળી રહે તે માટે વિવિધ ટેલિફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે.
મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમ પાલડી ખાતે રહેશે
AMCનો મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમ પાલડી સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યરત છે.નાગરિકો 9099010718, 9099035920 તેમજ 079-26582520 અને 079-26582530 નંબર પર સંપર્ક કરી શકે છે. ઉપરાંત 9978355303 નંબર પર વોટ્સએપ મારફતે પણ ફરિયાદ નોંધાવી શકાશે અથવા માહિતી મેળવી શકાશે. મધ્ય ઝોન માટે સરદાર પટેલ ભવન, દાણાપીઠ ખાતે ઝોનલ કંટ્રોલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં 079-25353858 અને 079-25353717 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જમાલપુર દરવાજા બહાર આવેલ જે.પી. કંટ્રોલ રૂમ માટે 079-25397637 નંબર જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે દૂધેશ્વર વોટર વર્ક્સ નજીકના દૂધેશ્વર કંટ્રોલ રૂમ માટે 9726415846 નંબર ઉપલબ્ધ રહેશે. તેમજ વોટ્સએપ નંબર 9099064167 પર પણ સંપર્ક કરી શકાય છે.
પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા ખાતે સ્થિત કંટ્રોલ રૂમ
પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા સ્થિત ડૉ.રમણભાઈ પટેલ ભવન ખાતે ઝોનલ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જ્યાં 079-27550910 અને વોટ્સએપ નંબર 6359980916 પર સંપર્ક કરી શકાશે. ચાંદખેડા વોર્ડ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 9726419140 અને 9726415830 અને વોટ્સએપ નંબર 6359980916 જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં બોડકદેવ સ્થિત રાજમાતા સિંધિયા ભવન ખાતેના ઝોનલ કંટ્રોલ રૂમ માટે 079-26841206, 9099073458 અને 6357519306 નંબર ઉપલબ્ધ રહેશે, જ્યારે વોટ્સએપ માટે 9726419112 નંબર જાહેર કરવામાં આવ્યો છે. ગોતા (સાયન્સ સિટી) વોર્ડ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 079-27711533 અને 9726416115 નંબર પર સંપર્ક કરી શકાશે.
એસ.જી. હાઇવે પર કર્ણાવતી ક્લબ નજીક કંટ્રોલ રૂમ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઇવે પર કર્ણાવતી ક્લબ નજીક સ્વ.તુષાર દેશમુખ ભવન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત છે.અહીં 079-29910161 અને 6359980913 નંબર પર તેમજ 6359980913 નંબરના વોટ્સએપ મારફતે નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે તેમજ જરૂરી માહિતી મેળવી શકશે.પૂર્વ ઝોનમાં વિરાટનગર સ્થિત શ્રી હરૂભાઈ મહેતા ભવન ખાતેના ઝોનલ કંટ્રોલ રૂમ માટે 079-22970422 અને 9726416106 નંબર જાહેર કરાયા છે. ચકુડિયા મહાદેવ રોડ સ્થિત ચકુડિયા કંટ્રોલ રૂમ માટે 6359980914 અને 7573024011 નંબર ઉપલબ્ધ રહેશે. ઓઢવ મસ્ટર સ્ટેશન ખાતેના ઓઢવ કંટ્રોલ રૂમ માટે 6359980915 અને 7573024193 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે વોટ્સએપ નંબર 9099063856 પર ફરિયાદ નોંધાવી શકાશે.
મણિનગર ઝોનલ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ
દક્ષિણ ઝોનમાં રામબાગ સ્થિત મણિનગર ઝોનલ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 079-25465399 અને 079-25465255 નંબર પર સંપર્ક કરી શકાશે. વોટ્સએપ નંબર 9099063239 ઉપલબ્ધ રહેશે. જ્યારે વટવા વોર્ડ ઓફિસ ખાતેના કંટ્રોલ રૂમ માટે 9099063875 નંબર જાહેર કરવામાં આવ્યો છે.ઉત્તર ઝોનમાં મેમ્કો સ્થિત શ્રી રાજીવ ગાંધી ભવન ખાતેના ઝોનલ કંટ્રોલ રૂમ માટે 079-22801182 અને 079-22842926 નંબર તથા 9726415552 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન શહેરના બગીચાઓ અને ગાર્ડન વિસ્તારોમાં વૃક્ષો પડવા સહિતની પરિસ્થિતિઓનો ઝડપી નિકાલ લાવવા માટે બગીચા ખાતાના અલગ કંટ્રોલ રૂમ પણ કાર્યરત રાખવામાં આવ્યા છે.
મધ્ય ઝોન માટે રિવરફ્રન્ટ પૂર્વ ખાતે કંટ્રોલ રૂમ
મધ્ય ઝોન માટે રિવરફ્રન્ટ પૂર્વ ખાતે 6359961826 અને સી.એસ.ઓ. માટે 9712700847, પૂર્વ ઝોનમાં રખિયાલ સ્થિત શ્રમિક ક્રાંતિ (ચકુડીયા) બાગ ખાતે 6359961827 અને સી.એસ.ઓ. માટે 9712700692, પશ્ચિમ ઝોનમાં નારણપુરા સ્થિત વનીકરણ નર્સરી, નવદીપ હોલ પાસે, નવરંગ સ્કૂલ સામે, નારણપુરા ખાતે 6359961842 અને સી.એસ.ઓ. માટે 9712700871 નંબર જાહેર કરાયા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં વસ્ત્રાપુર લેક ગાર્ડન ખાતે 6359961831 અને સી.એસ.ઓ. માટે 7567878493, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં જોધપુર વોર્ડ ઓફિસ ખાતે 6359961832 અને સી.એસ.ઓ. માટે 7567877325, ઉત્તર ઝોનમાં મેમ્કો ચાર રસ્તા સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે 6359961838 અને સી.એસ.ઓ. માટે 7567877236 તેમજ દક્ષિણ ઝોનમાં કાંકરિયા ગેટ નં.4 સામે આવેલી દેડકી નર્સરી ખાતે 6359961836 અને સી.એસ.ઓ. માટે 9712700751 નંબર પર સંપર્ક કરી શકાશે.
ઇમરજન્સી સેવાઓ માટે પણ કંટ્રોલ રૂમ
આ ઉપરાંત અન્ય અગત્યની ઇમરજન્સી સેવાઓ માટે પણ કંટ્રોલ રૂમ વ્યવસ્થા સક્રિય કરવામાં આવી છે. પાલડી સ્થિત ટાગોર હોલ નજીકના ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ માટે 101, 102, 079-22148465, 079-22148466, 079-22148467 અને 079-22148468 નંબર ઉપલબ્ધ રહેશે. રિવરફ્રન્ટ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ખાતેના એસ.ટી.પી. કંટ્રોલ રૂમ માટે 9726415808 નંબર જાહેર કરાયો છે, જ્યારે રિવરફ્રન્ટ હાઉસ ખાતેના એસ.આર.એફ.ડી.સી.એલ. (SRFDCL) કંટ્રોલ રૂમ માટે 079-26580430 નંબર પર સંપર્ક કરી શકાશે.
આ પણ વાંચોઃ Junagadh: ભાણેજ સાથે વાતચીતના મનદુઃખમાં યુવકને કાર નીચે કચડી મારી નાખવાનો ભયાનક પ્રયાસ