અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા શહેરને સ્વચ્છ રાખવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવેલી સઘન ઝુંબેશ અંતર્ગત જાહેર માર્ગો પર ગંદકી ફેલાવવા અને કચરો (વેસ્ટ) ગેરકાયદે રીતે ફેંકવા બદલ કુલ ૧૦ વ્યવસાયિક એકમોને તત્કાળ અસરથી સીલ કરી દેવામાં આવ્યા છે.
1.86 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો
આ કાર્યવાહીના ભાગરૂપે AMCએ નિયમોનો ભંગ કરનાર પાસેથી કુલ 1.86 લાખ રૂપિયાનો દંડ/ચાર્જ પણ વસૂલ્યો છે. સીલ કરવામાં આવેલા મુખ્ય એકમોમાં રસથાળ રેસ્ટોરન્ટ, મહાવીર સિલેક્શન, બાલાજી હાર્ડવેર, ટસ્કર ડેન્ટલ કેર, સ્વામિનારાયણ પ્રોવિઝન સ્ટોર અને મિત પાન પાર્લર જેવા જાણીતા સ્થળોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી દ્વારા AMCએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરની સ્વચ્છતા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
