અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો મોટો અભાવ જોવા મળી રહ્યો છે.સ્થાનિક નાગરિકો પાયાની સુવિધાઓ મેળવવા માટે ભારે મુશ્કેલી અને હાલાકી ભોગવી રહ્યા છે.સામાન્ય પ્રજા રોડ, રસ્તા અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહી છે.બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્સવોની હોર્ડિંગ પબ્લિસિટી પાછળ કરોડો રૂપિયાનો આંધળો ધુમાડો કરાયો છે.માત્ર એક જ વર્ષના સમયગાળામાં પબ્લિસિટી પાછળ 14 કરોડથી વધુનો ખર્ચ થયો છે.ઉત્સવોના પ્રચાર પાછળ તંત્ર દ્વારા આટલી જંગી રકમ વાપરી નાખવામાં આવી છે. જનતાના પરસેવાની કમાણીમાંથી મળતા ટેક્સના નાણાં આ રીતે પ્રચાર પાછળ ખર્ચાયા છે.પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાને બદલે શાસકો દ્વારા પ્રચારને વધુ પ્રાથમિકતા અપાઈ છે.

ફ્લાવર શોની પબ્લિસિટી પાછળ 3.06 કરોડનો ખર્ચ

કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલા પબ્લિસિટી ખર્ચના આંકડા અત્યંત ચોંકાવનારા સામે આવ્યા છે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પબ્લિસિટી પાછળ તંત્ર દ્વારા રૂ. 1.9 કરોડ ખર્ચવામાં આવ્યા છે.એક દિવસના આ કાર્યક્રમ પાછળ આટલી મોટી રકમ ખર્ચાઈ ગઈ છે.કાંકરિયા કાર્નિવલની પબ્લિસિટી પાછળ તંત્ર દ્વારા સૌથી મોટો જંગી ધુમાડો કરવામાં આવ્યો છે.માત્ર કાંકરિયા કાર્નિવલના પ્રચાર પાછળ જ રૂ.6.84 કરોડ ખર્ચી નાખવામાં આવ્યા છે.આ ઉપરાંત શહેરમાં યોજાયેલા બુક ફેરની પબ્લિસિટી પાછળ રૂ.2.26 કરોડનો ખર્ચ થયો છે.પુસ્તક મેળાના હોર્ડિંગ્સ પાછળ પણ કરોડો રૂપિયા વાપરી નાખવામાં આવ્યા છે.અમદાવાદમાં યોજાતા વાર્ષિક ફ્લાવર શોની પબ્લિસિટી પાછળ પણ રૂ.3.6 કરોડનો ખર્ચ કરાયો છે.

જાહેરાતનો આંકડો કરોડો રૂપિયાને પાર પહોંચી ગયો

પ્રત્યેક ઉત્સવ પાછળ પ્રચાર અને જાહેરાતનો આંકડો કરોડો રૂપિયાને પાર પહોંચી ગયો છે.પબ્લિસિટી પાછળ કરોડો રૂપિયાનો આંધળો ખર્ચ કરવા સામે હવે વિપક્ષે આકરા સવાલો ઉઠાવ્યા છે.વિપક્ષ દ્વારા કોર્પોરેશનની આવી નીતિ સામે ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો છે.જનતાના ટેક્સના નાણાંનો રાજકીય પ્રસિદ્ધિ માટે દુરુપયોગ થતો હોવાનો આક્ષેપ કરાયો છે.ટેક્સના રૂપિયે ભાજપના નેતાઓના મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હોવાનો વિપક્ષનો દાવો છે.શહેરમાં ડબલ એન્જિન સરકારના પ્રચાર માટે પણ આ હોર્ડિંગ્સ ઊભા કરાયા છે.શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છતાં કરોડો રૂપિયા પ્રચારમાં વેડફવા સામે વિરોધ થયો છે.

આ પણ વાંચોઃ Ahmedabadમાં NCBના સકંજામાં આવેલા હર્ષિલ પરીખના 3 દિવસના રિમાન્ડ મંજૂર! વધુ પૂછપરછનો ધમધમાટ શરૂ