અમદાવાદ મનપામાં નવા સત્તાધિશોએ શાસન સંભાળી લીધું છે. મનપામાં સ્ટેન્ડિંગ કમિટીમાં અનેક મુદ્દાઓ મુકવામાં આવ્યાં છે. જેમાં શહેરમાં સિંધુ ભવન રોડ પર મલ્ટિલેવલ પાર્કિંગનો મુદ્દો મુકવામાં આવ્યો છે. આજની બેઠકમાં એજન્સીની રકમ પણ જપ્ત કરવાનો મુદ્દો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ બેઠકમાં પાર્કિંગ પણ વેચાણમાં મુકવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. એજન્સીના આઠ કરોડ રૂપિયા પણ જપ્ત કરવાની તૈયારી કરાઈ હોવાની વિગતો સામે આવી છે. બીજી તરફ શહેરમાં ફાયર ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. 


અમદાવાદ મનપાએ ફાયર ચાર્જમાં કર્યો વધારો 

અમદાવાદ મનપા એ ફાયર ચાર્જમાં વધારો કર્યો છે. હવે શહેરમાં હદ બહાર કામ માટે મોટો ચાર્જ લાગશે. આગની ઘટનાઓ અને ફાયર કોલમાં વધુ ચાર્જ લાગશે. વધારેલા ચાર્જની વાત કરીએ તો, કોર્પોરેશનની હદ બહાર કામના 1600 રૂપિયા ચાર્જ લેવાશે. પ્રથમ આઠ કલાકમાં 166 રૂપિયા ચાર્જ લેવાશે. આઠ કલાક બાદ પ્રતિ કલાક 200 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. મનપાની હદમાં જૂનો ભાવ લાગુ રહેશે અથવા તો કામગીરી ફ્રી કરવાની રહેશે.  

અમદાવાદ શહેરમાં રસ્તા પહોળા કરવા દરખાસ્ત 

આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં રસ્તા પહોળા કરવા દરખાસ્ત કરવામાં આવી છે. રાયપુર દરવાજા અને કાંકરિયા રોડ પહોળો કરવાની તૈયારી કરાશે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. 24 મીટર પહોળા રોડ માટે 40 મિલકતો અસરગ્રસ્ત થશે. 34 કોમર્શિયલ અને 6 રહેણાંક મિલકતો કપાતમાં જશે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ કામગીરી અંગે નિર્ણય કરાશે. 

આ પણ વાંચોઃ Junagadh: ભાણેજ સાથે વાતચીતના મનદુઃખમાં યુવકને કાર નીચે કચડી મારી નાખવાનો ભયાનક પ્રયાસ



  • Follow us on: