અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આખા શહેરમાં ફાયર સેફ્ટીના કાયદાનું પાલન કરાવવા માટે કડક કાર્યવાહીના દાવા કરે છે, પરંતુ કોર્પોરેશનની પોતાની જ કચેરીમાં સુરક્ષા વ્યવસ્થા રામભરોસે ચાલી રહી છે. અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત પશ્ચિમ ઝોનની એએમસી કચેરીમાં જ ફાયર સેફ્ટીના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. સરકારી કચેરીમાં જ જનતા અને કર્મચારીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.


[[$googlead]]

એક્સપાયરી ડેટ પૂરી થયાને 4 મહિના વીત્યા

ઉસ્માનપુરા પશ્ચિમ ઝોન કચેરીમાં લગાવવામાં આવેલા ફાયર એક્સટિંગ્વિશર લાંબા સમયથી એક્સપાયર થઈ ગયા છે. આ સાધનો વાપરવાની છેલ્લી તારીખ 5 માર્ચ 2026 હતી. આજે 15 જુલાઈ 2026 થઈ ગઈ હોવા છતાં, એટલે કે પૂરા ચાર મહિના બાદ પણ તંત્ર દ્વારા આ જૂની અને બિનઉપયોગી બોટલો બદલવામાં આવી નથી. કચેરીની દીવાલો પર માત્ર શોભાના ગાંઠિયા સમાન આ એક્સપાયર્ડ બોટલો લટકતી જોવા મળી રહી છે.

તંત્રની બેવડી નીતિ સામે જનતામાં સવાલ

આ ઘટના સામે આવ્યા બાદ એએમસીની ફાયર સિસ્ટમ અને વહીવટી તંત્રની ગંભીરતા સામે અનેક સવાલો ઉભા થયા છે. જો કોર્પોરેશન પોતાની મુખ્ય ઓફિસમાં જ ફાયર સેફ્ટી ચેક કરવામાં નિષ્ફળ નીવડ્યું હોય, તો તે સમગ્ર શહેરમાં ખાનગી કોમર્શિયલ બિલ્ડિંગો, શાળાઓ કે મોલમાં સુરક્ષાની તપાસ કેવી રીતે કરશે? પોતાની કચેરી સુરક્ષિત ન રાખી શકનાર તંત્ર આખા શહેરની સુરક્ષાના દાવા કઈ રીતે કરી શકે તેવો સણસણતો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. 

[[$alsoread]]


આ પણ વાંચો - Ahmedabad News: બાકરોલ ચોકડી નજીક ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માત, એકનું મોત, બે ગંભીર


  • Follow us on: