અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ઈજનેર ખાતા દ્વારા શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનના રહીશો માટે પાણી પુરવઠા અંગે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેર નોટીસ જારી કરવામાં આવી છે. ઈજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત જાસપુર 200 એમએલડી (MLD) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારિત ટ્રંકમેઈન લાઈનના સમારકામ અને લાઈન શિફ્ટિંગની કામગીરી માટે આગામી તારીખ 16/11/2026(રવિવાર) ના રોજ શટડાઉન લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે તા. 16 નવેમ્બરના રોજ સવારના સપ્લાય બાદ તમામ સ્ટેગર્ડ સપ્લાય બંધ રહેશે, જ્યારે તા. 17/11/2026ના રોજ પાણી પુરવઠો પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે.   

Ahmedabad: શહેરના આ મોટા વિસ્તારોમાં નળ રહેશે કોરા

અમદાવાદવાસીઓ પાણી ભરીને રાખજો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જાહેર નોટીસ મુજબ, નીચે દર્શાવેલા બે મુખ્ય તકનીકી કામો માટે પાણી પુરવઠાની લાઈન પર શટડાઉન લેવામાં આવનાર છે.લીલાપુર ગામ પાસે આવેલા લીલાપુર તળાવ પાસેની 1300 મીમી વ્યાસની ટ્રંકમેઈન લાઈનના સ્કાવર વાલ્વનો સ્પીડલ રોડ ખરાબ થઈ ગયો હોવાથી નવો સ્પીડલ રોડ નાખવાની કામગીરી કરવામાં આવશે.સરખેજ નેશનલ હાઈવે પર કેડીલા સર્કલથી એ.પી.એમ.સી. (APMC) તરફ જતી 750 મીમી વ્યાસની એમ.એસ. ટ્રંકમેઈન લાઈન પર અંબર ટાવર - ક્લાસીક હોમ પાસે ડ્રેનેજ રી-હેબની કામગીરીમાં નડતરરૂપ લાઈન શિફ્ટિંગની કામગીરી હાથ ધરાશે.

આ વિસ્તારોમાં પાણી પુરવઠો રહેશે પ્રભાવિત (સંપૂર્ણ યાદી)

જાસપુર 200 એમએલડી પ્લાન્ટ આધારિત ટ્રંક મેઈન્સ દ્વારા ફીડિંગ થતા નીચે મુજબના વોર્ડ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન હેઠળના વિસ્તારોમાં તા. 16/11/2026ના રોજ સવારના સપ્લાય પછીના તમામ સ્ટેગર્ડ સપ્લાય બંધ રહેશે:

ગોતા વોર્ડ: ગોતા ટીપી-55

બોડકદેવ વોર્ડ: રાજપથ ટીપી-50

થલતેજ વોર્ડ: ભાડજ ટીપી-406, હેબતપુર ટીપી-53/એ

અન્ય વિસ્તારો: શીલજ ગામ અને બોપલ-ઘુમા વિસ્તાર

સરખેજ-મક્તમપુરા વોર્ડ: તમામ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન હેઠળના વિસ્તારો

તંત્ર દ્વારા જાહેર જનતાને આ પાણી કાપની નોંધ લઈ અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી રાખવા અને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.   

આ પણ વાંચો: Ahmedabad: દિવાળી વેકેશન બાદ ગુજરાતના બજારોમાં ફરી રોનક! લાભ પાંચમના શુભ મુહૂર્તે વેપાર-ધંધાના શ્રીગણેશ