અમદાવાદ મ્યુનિસિપાલિટીના ગોતા વોર્ડમાં ગત સપ્તાહે ફેલાયેલા રોગચાળા મામલે તંત્ર દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ તપાસમાં ફેઈલ સાબિત થયા છે. જ્યારે ચોથી અને પાંચમી જૂને લેવામાં આવેલા સેમ્પલ પાસ થયાં છે. તંત્ર દ્વારા ગત ત્રીજી જૂને આકાંક્ષા ફ્લેટ, નવરત્ન એવેન્યૂ અને વર્ધમાન ફ્લેટના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જે અનફીટ સાબિત થયાં છે. આ વિસ્તારમાં પીવાનું પાણી પીવા લાયક નહીં હોવાથી રોગચાળો ફેલાયો હોવાનું સામે આવ્યું છે.
3 જૂને 14 સેમ્પલ લેવાયા હતા જેમાં 3 સેમ્પલ ફેલ
આ અંગે એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ કહ્યું હતું કે, ગોતા વોર્ડમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળ્યા બાદ ચોથી જૂનના રોજ 17 જેટલા પાણીના સેમ્પલ લેવાયા હતાં. આ સેમ્પલમાં ક્લોરિનનું પ્રમાણ પણ આવ્યું છે અને હવે આ પાણી પીવાલાયક છે. આ વિસ્તારમાં હવે કોઈ રોગચાળાના કેસ સામે આવ્યા નથી. 3 જૂને 14 સેમ્પલ લેવાયા હતા જેમાં 3 સેમ્પલ ફેલ આવ્યા હતાં. 4 જૂને 17 સેમ્પલ લેવાયા જેમાં તમામ સેમ્પલ પાસ થયા છે. 5 અને 6 જૂને લીધેલા સેમ્પલ ફિટ છે.












