ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત ₹1024 કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત આવાસ યોજનાના 900 મકાનોનો ડ્રો પણ યોજાશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે 9 નવેમ્બર 2026ના રોજ આ કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ઉપસ્થિત રહેશે.

વાડજમાં જાહેર સભાનું આયોજન

આ કાર્યક્રમ અંતર્ગત 9 નવેમ્બરે બપોરે 12 વાગ્યે વાડજમાં ગાંધી આશ્રમ પાસે, શાળાની બાજુમાં અને જીએસઆરટીસી કોમ્પ્લેક્સની સામે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમિત શાહ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના ડ્રોની પ્રક્રિયામાં ઉપસ્થિત રહેશે.

લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આમંત્રણ પત્રિકા મુજબ, મુખ્ય કાર્યક્રમ પહેલાં સવારે 10:30 વાગ્યાથી વિવિધ સ્થળોએ વિકાસકાર્યોના કાર્યક્રમો યોજાશે. તેમાં દશક્રોઈ-સાણંદ વિસ્તારમાં નવનિર્મિત ફ્લાયઓવર, જોધપુરમાં નવનિર્મિત નોટિફાઇડ હબ અને ગોતામાં નવનિર્મિત અર્બન હેલ્થ સેન્ટરના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો માટે અનુક્રમે સવારે 10:30, 10:50 અને 11:15 વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. 900 આવાસોનો ડ્રો યોજાશે સવારે 11:35 વાગ્યે વેજલપુરના રામાપીરના ટેકરા વિસ્તારમાં આવેલા અર્બન પાર્ક, સેક્ટર-1 ખાતે સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડના રામાપીરના ટેકરા વિસ્તારમાં આવાસ યોજનાના 900 મકાનોના ડ્રોનો કાર્યક્રમ યોજાશે. 

રાજ્યના અગ્રણીઓની ઉપસ્થિતિ

આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ સહિત રાજ્યના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 


આ પણ વાંચો : Ayodhya Deepotsav 2026 : રામ કી પૈડી ઘાટ દીવડાઓની રોશનીથી ઝળહળ્યો, 30 લાખ દીવડા પ્રગટાવાયા