દીપોત્સવના પાવન પર્વે મેગા સિટી અમદાવાદ અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તારના નાગરિકોને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તરફથી વિકાસકાર્યોની બમ્પર ‘દિવાળી ગિફ્ટ’ મળી છે. એસ.જી. હાઈવે પર લાંબા સમયથી વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન બનેલા ટ્રાફિક જામનો કાયમી ઉકેલ લાવતાં ₹૪૬૪ કરોડના ખર્ચે તૈયાર થયેલા 4.03 કિલોમીટર લાંબા ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી એલિવેટેડ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, ગૃહમંત્રી દ્વારા શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 9 હજારથી વધુ મકાનોનો પારદર્શક કમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરી જાહેરસભાને સંબોધન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લાને કુલ ₹1,024 કરોડના જંગી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત અર્પણ કરવામાં આવ્યું હતું.

4 કિલોમીટર લાંબો સિક્સ-લેન બ્રિજ

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા તૈયાર કરાયેલા આ મેગા પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓયઆ આધુનિક એલિવેટેડ બ્રિજ પર બંને તરફ 3-3 લેનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વાહનો કોઈ પણ અવરોધ વિના હાઈ-સ્પીડમાં પસાર થઈ શકશે.ઇસ્કોન જંક્શનથી શરૂ થઈને સીધો સાણંદ ચોકડી સુધી લંબાતો આ બ્રિજ શહેરના સૌથી લાંબા એલિવેટેડ કોરિડોર પૈકીનો એક છે. આ ઓવરબ્રિજ કાર્યરત થતાં એસ.જી. હાઈવે પરથી દરરોજ પસાર થતા અંદાજે 2 લાખથી વધુ દ્વિચક્રી અને ચાર ચક્રી વાહનચાલકોને સિગ્નલ-મુક્ત મુસાફરીનો લાભ મળશે. પીક અવર્સ દરમિયાન ઇસ્કોનથી સાણંદ ચોકડી પાર કરવામાં જે 30 થી 40 મિનિટનો સમય વેડફાતો હતો તે ઘટીને હવે માત્ર 5 થી 7 મિનિટ થઈ જશે, જેનાથી નાગરિકોના કરોડો રૂપિયાના પેટ્રોલ-ડીઝલની પણ બચત થશે.

amit shah

કયા-કયા જંક્શનો પર ટ્રાફિકનું ભારણ હળવું થશે?

અગાઉ એસ.જી. હાઈવે પર કર્ણાવતી ક્લબ જંક્શન, પ્રહલાદનગર ચાર રસ્તા, YMCA ક્લબ ક્રોસિંગ અને સાણંદ સર્કલ પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળતી હતી. આ બ્રિજ શરૂ થવાથી લોકલ ટ્રાફિક નીચે રહેશે અને થ્રૂ-ટ્રાફિક ફ્લાયઓવર પરથી સડસડાટ નીકળી જશે. ગાંધીનગર-અમદાવાદથી રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર કે સૌરાષ્ટ્ર તરફ જતા અને સાણંદ GIDC તરફ અવરજવર કરતા ઔદ્યોગિક વાહનોને હવે શહેરના લોકલ ટ્રાફિકમાં અટકવું નહીં પડે.અમદાવાદમાં અમિત શાહના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યુ છે.

આ પણ વાંચો: Ahmedabad: ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈસ્કોન-સાણંદ ઓવરબ્રિજનું લોકાર્પણ, 9 હજાર આવાસોનો ડ્રો અને વિકાસકાર્યોની લહાણી