અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં અસામાજિક તત્વો દ્વારા વાહન સળગાવવાની બનેલી ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી છે. બાપુનગર વિસ્તારમાં એક ફેક્ટરી પાસે પાર્ક કરવામાં આવેલી ઈનોવા કારને કોઈ અજાણ્યા શખ્સે આગ ચાંપી દીધી હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
CCTV ફૂટેજના આધારે આરોપી જયંતી બાલી ઝાલાની ધરપકડ
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાપુનગર પોલીસ સ્ટેશનની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને CCTV ફૂટેજના આધારે પોલીસે કાર સળગાવનારો મુખ્ય આરોપી જયંતી બાલી ઝાલાને ઓળખી કાઢી તેની ધરપકડ કરી લીધી છે.

