ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ સહિત આસપાસના પાંચ ગામોમાં પાણી પ્રદૂષણની ગંભીર સમસ્યાને લઈને છેલ્લા 33 દિવસથી વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર મામલે સામાજિક કાર્યકર પ્રફુલ બી.મહેતાએ અમદાવાદ જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.આવેદનમાં વધુમાં જણાવ્યા મુજબ ભેટાવાડા સહિતના વિસ્તારમાં પાણી પ્રદૂષણની સમસ્યા વર્ષોથી છે અને આ અંગે અનેક વખત મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. જેને લઈને આજે આરપારની લડાઈની શરૂઆત થઈ ગઈ છે.  


[[$googlead]]

કેમિકલયુક્ત પાણી સામેનું આંદોલન વધુ ઉગ્ર બન્યું

ધોળકા તાલુકાના ભેટાવાડા અને તેની આસપાસના પાંચ ગામોનું કેમિકલયુક્ત પાણી સામેનું આંદોલન હવે વધુ ઉગ્ર બન્યું છે.જેના ભાગરૂપે ભેટાવાડા ગામથી હજારોની સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો એકત્ર થઈને ધોળકા APMC ખાતે પહોંચ્યા છે.આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાથમાં બેનરો લઈને જોડાઈ હતી.જ્યારે સરપંચના પતિએ વિરોધ નોંધાવતા ગળામાં કેમિકલયુક્ત પાણી ભરેલી બોટલોનો હાર પહેર્યો હતો.આ રેલીમાં હજુ પણ વધુ ખેડૂતોના જોડાવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.

ગટર જોડાણોની વ્યવસ્થા અંગે પણ સવાલો

ગામના લોકોએ કરેલી રજૂઆતમાં વર્ષ 2023માં માહિતી અધિકાર હેઠળ મળેલી વિગતોનો ઉલ્લેખ કરીને ધોળકા નગરપાલિકાના STP તથા ગટર જોડાણોની વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.આવેદન મુજબ ધોળકા શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર લાઇનના જોડાણો બાકી હોવાના કારણે ગંદુ પાણી ભેટાવાડા, ત્રાસદ સહિતના વિસ્તારો તરફ વહેવડાવવામાં જતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.કેટલાક ઔદ્યોગિક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી ભળતું હોવાનો આક્ષેપ સાથે સમગ્ર પાણી પ્રદૂષણની તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. 

[[$alsoread]]

અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય આપવા માગ

આ ઉપરાંત ભેટાવાડા નજીક આવેલા ઔદ્યોગિક એકમોના રિપોર્ટ રજૂ કરી સંબંધિત સરકારી નિયમોનું સખત પાલન કરાવવાની માંગ કરવામાં આવી છે.ઔદ્યોગિક એકમોને મંજૂર કરાયેલ ZLD વ્યવસ્થાનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવા પણ આવેદનમાં રજૂઆત કરવામાં આવી છે.પ્રદૂષિત પાણીના કારણે ખેતીને થતા નુકસાનને અટકાવવા, માનવજીવન તેમજ પશુ-પક્ષીઓને થતી સંભાવિત અસર રોકવા અને અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય સહાય આપવા પણ માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather: રાજસ્થાન અને પંજાબ બાદ ગુજરાતમાં બદલાશે હવામાન, આ ભાગમાંથી ચોમાસાની વિદાય શરૂ



  • Follow us on: