ભાજપના મોવડી મંડળે સંગઠનને મજબૂત કરવા માટે નવી નિયુક્તિ કરી છે. અગાઉ ભાજપ પ્રમુખ નીતિન નબિનની ટીમમાં ફેરફાર કરાયો હતો. ત્યાર બાદ રાજ્યોમાં પ્રભારી અને સહ પ્રભારીની નિયુક્તિ કરાઈ હતી. કેન્દ્રીય ભાજપે કરેલી આ નિયુક્તિઓમાં ગુજરાતમાંથી ભાજપના ચાર નેતાઓને વિવિધ રાજ્યોમાં જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપના મોવડી મંડળે વધુ બે પ્રભારીઓને ગુજરાતની જવાબદારી સોંપી છે.
ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફારો
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે અરુણ બીનાડીની ગુજરાતના સહ સંગઠન મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે અને તેઓ રત્નાકર સાથે મળીને સંગઠનની જવાબદારી સંભાળશે. આ ફેરફારો અંતર્ગત અગાઉ ગુજરાતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ભીખુભાઈ દલસાણીયા બિહારના સંગઠન મહામંત્રી તરીકે યથાવત રહેશે.રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગને ગુજરાતના પ્રભારી તથા અજય મહાકર અને સહિત ગોમતી સાંઈબેને સહ પ્રભારી બનાવ્યા છે.
