અમદાવાદ BSNL ના પૂર્વ સબ ડિવિઝનલ એન્જિનિયર (SDE) સ્વર્ણજીત સિંહ અને તેમના સહ-આરોપીઓ સામે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મની લોન્ડરિંગની તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસની શરૂઆત CBI-ACB, ચંદીગઢ દ્વારા નોંધવામાં આવેલી પ્રાથમિક માહિતી અહેવાલ (FIR) ના આધારે થઈ હતી, જેના તાર મેળવીને ED એ PMLA હેઠળ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

BSNL બલ્ક SMS કૌભાંડમાં ED ની મોટી કાર્યવાહી

તપાસમાં બહાર આવ્યું છે કે સ્વર્ણજીત સિંહ અને અન્ય આરોપીઓએ BSNL ના અત્યંત સંવેદનશીલ એવા Short Message Service Center (SMSC) ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનધિકૃત અને ગેરકાયદેસર પ્રવેશ મેળવ્યો હતો. આરોપીઓએ નિર્ધારિત DLT પ્લેટફોર્મ અને સત્તાવાર બિલિંગ સિસ્ટમને બાયપાસ કરીને મોટા પાયે બલ્ક SMS ટ્રાફિક ડાયવર્ટ/રૂટ કર્યો હતો.આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને આરોપીઓએ BSNL ના SMSC સિક્યોર નેટવર્ક મારફતે આશરે 63.37 કરોડ જેટલા બલ્ક પુશ SMS ગેરકાયદેસર રીતે મોકલ્યા હતા. આ સમગ્ર કૌભાંડના કારણે સરકારી ટેલિકોમ કંપની BSNL ને અંદાજે રૂ. 5.42 કરોડનું આવકનું સીધું નુકસાન સહન કરવું પડ્યું હતું.

ED તપાસ અને મિલકત જપ્તી

ED ની મની લોન્ડરિંગ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનાહિત પ્રવૃત્તિમાંથી આરોપીઓએ આશરે રૂ. 6.47 કરોડની ગેરકાયદે રકમ (Proceeds of Crime) મેળવી હતી. ED એ PMLA હેઠળ તાજેતરમાં રૂ. 1.50 કરોડની કિંમતની 7 સ્થાવર મિલકતો અસ્થાયી રૂપે ટાંચમાં લીધી છે, જેમાં પંજાબના મોહાલી ખાતે આવેલી ખેતીની જમીન તથા ગુજરાતના વડોદરા ખાતેની રહેણાંક અને વાણિજ્યિક મિલકતોનો સમાવેશ થાય છે. આ કેસમાં અગાઉ ED દ્વારા રૂ. 80 લાખની મિલકતો જપ્ત કરવામાં આવી હતી. આ નવી જપ્તી સાથે કેસમાં જપ્ત કરાયેલી કુલ મિલકતોનો આંકડો રૂ. 2.30 કરોડ સુધી પહોંચી ગયો છે.ED દ્વારા મની લોન્ડરિંગના આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય નાણાકીય વ્યવહારો અને સહ-આરોપીઓની ભૂમિકા અંગે સઘન તપાસ ચાલુ રાખવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: સોલા GMERS માં સ્થાયી મેડિકલ બોર્ડની રચના, 8 જિલ્લાના શિક્ષકો અને GSRTC કર્મચારીઓને મોટી સુવિધા