સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ સાયબર ક્રાઇમ અને ડિજિટલ એરેસ્ટના વધતા જતા કૌભાંડો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે.CBI દ્વારા ઓપરેશન ચક્ર 6 હેઠળ દેશના 16 રાજ્યોમાં એકસાથે 80થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.આ મેગા ઓપરેશનમાં 60થી વધુ ખાસ ટીમો તૈનાત કરવામાં આવી હતી.આ દરોડા ગુજરાત, પંજાબ, દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના 16 રાજ્યોમાં કરવામાં આવ્યા હતા.


કોલકાતાથી સંજીવ સાહાની ધરપકડ કરી

આ તપાસ 200થી વધુ ડિજિટલ એરેસ્ટના કેસો સાથે જોડાયેલી છે.ફ્રોડ કરનારાઓ પોલીસ કે સરકારી અધિકારી બનીને વીડિયો કોલ દ્વારા લોકોને ધમકાવીને પૈસા પડાવતા હતા.તપાસમાં સુપ્રીમ કોર્ટની વેબસાઇટ જેવી જ એક નકલી વેબસાઇટનો ઉપયોગ થતો હોવાનું પણ બહાર આવ્યું છે.CBIએ આ કેસમાં ચેન્નાઈથી બી.નરેશ અને કોલકાતાથી સંજીવ સાહાની ધરપકડ કરી છે.

મ્યુલ એકાઉન્ટ્સ હેન્ડલ કરતા હતા

તેઓ શેલ કંપનીઓ બનાવીને મ્યુલ એકાઉન્ટ્સ હેન્ડલ કરતા હતા.જેનો ઉપયોગ લગભગ 2 કરોડ રૂપિયાની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો.દરોડા દરમિયાન CBIને અનેક મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા, મોબાઈલ ફોન, બેંકિંગ રેકોર્ડ્સ અને બનાવટી સરકારી દસ્તાવેજો મળી આવ્યા છે.CBIનું આ ઓપરેશન સાયબર ગુનેગારોના નેટવર્કને તોડવા અને સામાન્ય નાગરિકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું છે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચોઃ Sandesh Explainer: શું પાસપોર્ટ, આધાર અને ચૂંટણી કાર્ડ નાગરિક હોવાનો પૂરાવો નથી?


  • Follow us on: