સતત ટ્રાફ્કિથી ભરચક રહેતા અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને પીક અવર્સમાં રાહદારીઓ માટે રોડ ક્રોસ કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ વખત સી.જી.રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફ્કિ સિગ્નલની શરૂઆત કરવામાં આવી છે. થોડા સમય પહેલા જ લગાવવામાં આવેલા આ સિગ્નલના કાચ તૂટ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.  


સિગ્નલના પુશ બોક્સના કાચ તૂટ્યા 

સી.જી.રોડ ઉપર પ્રાયોગિક ધોરણે રાખવામાં આવેલા આ ટ્રાફ્કિ સિગ્નલનો બારીકાઈપૂર્વક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે.પેલિકન સિગ્નલ એ ખાસ કરીને રાહદારીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. ત્યારે લોકો માટે ઉભી કરવામાં આવેલી આ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચ્યું છે. સી.જી. રોડની બંને તરફ લગાવવામાં આવેલા સિગ્નલના પુશ બોક્સના કાચ તૂટ્યા છે. પુશબોક્સમાં તોડફોડ છતાં સિગ્નલ ચાલુ હાલતમાં છે. આ સમગ્ર મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.  

પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફ્કિ સિગ્નલ લગાવાયું છે

AMC દ્વારા સૌપ્રથમ વખત સી.જી.રોડ ઉપર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફ્કિ સિગ્નલ લગાવાયું છે. કોઈ નાગરિકને ટ્રાફ્કિથી વ્યસ્ત રોડ ક્રોસ કરવો હશે તો તેણે સિગ્નલના પોલ ઉપર લગાવેલું બટન દબાવવાનું રહેશે.આમ કરવાથી સિગ્નલ સક્રિય થતાં લાલ લાઈટ થશે, વાહનો ઊભા રહી જશે અને રાહદારી સરળતાથી રોડ ક્રોસ કરી શકશે.જો આ પ્રયોગ સફ્ળ અને યોગ્ય જણાશે તો શહેરમાં આવેલા અન્ય ટ્રાફ્કિથી વ્યસ્ત એવા રોડ કે સ્થળો ઉપર આ પ્રકારના પેલિકન ટ્રાફ્કિ સિગ્નલ લગાવાશે. પેલિકન એટલે કે પુશ બટન સંચાલિત ટ્રાફ્કિ સિગ્નલ હાલમાં અમદાવાદ ટ્રાફ્કિ પોલીસને કામગીરી માટે સોંપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Morbi News: ખેડૂત આંદોલનના સમર્થનમાં માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખે આપ્યું રાજીનામું


  • Follow us on: