ગાયિકા કિંજલ રબારી પોતાના પતિ નરસિંહભાઈ (મુકેશભાઈ) રબારી તથા પોતાની બહેન જાનકીબેન અને બનેવી સાથે ચાંદખેડા સ્થિત CBD મોલ ખાતે ફિલ્મ જોવા આવ્યા હતા. આ દરમિયાન તબિયત ખરાબ હોવાનું કહીને કિંજલ મોલની બહાર ઊભી હતી.

કિંજલ રબારીના કથિત અપહરણ મામલો

https://twitter.com/sandeshnews/status/2096639560956666083

કિંજલ રબારી કથિત અપહરણ કેસમાં મોટી કાર્યવાહી

નરસિંહભાઈના જણાવ્યા મુજબ, એક સફેદ શર્ટ પહેરેલ અજાણ્યા ઈસમે તેમને પકડી રાખ્યા હતા અને તે જ સમયે કિંજલ કાળી ગાડી (વેન્યુ/ક્રેટા) માં બેસીને જતી રહી હતી. આ મામલે નરસિંહભાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે BNS ની કલમો 137/2, 126/2 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પતિની ફરિયાદ પર BNS હેઠળ ગુનો દાખલ

ઘટનાની જાણ થતાં જ ચાંદખેડા પોલીસે મોલના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં કિંજલ પોતે જ ગાડીમાં બેસતી નજરે પડે છે. પોલીસે ભૂતપૂર્વ પતિ અશોક ચૌધરી સાથેના ચાલી રહેલા સિવિલ કોર્ટના કેસ, અગાઉના આંતરજ્ઞાતીય લગ્ન અને પરિવાર સામે કરેલા આક્ષેપો સહિતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દિશામાં તપાસ લંબાવી છે.

નાગજીભાઈ દેસાઈએ નિવેદન

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માલધારી એકતા સમિતિના અધ્યક્ષ નાગજીભાઈ દેસાઈએ નિવેદન જારી કર્યું છે: સમાજના યુવાનોએ આ ઘટનામાં લાગણીમાં આવ્યા વગર દૂર રહેવું. સામાજિક આગેવાનો અને હોદ્દેદારોએ પણ આ વિવાદથી સંપૂર્ણ અંતર જાળવવું. નાગજીભાઈ દેસાઈએ કડક શબ્દોમાં ટકોર કરતાં કહ્યું હતું કે, "જે લોહીનું ના થાય, એ કોઈનું ના થાય".

આ પણ વાંચો: Ahmedabad: કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો; 'મને ગોંધી રખાઈ હતી, હવે હું પતિ પાસે પરત આવી ગઈ છું'