અમદાવાદમાં બાળકનું ટાંકીમાં પડી જતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ગોતાના સેવન બ્લીસ ફ્લેટમાં અંડરગ્રાઉન્ડ ટાંકીમાં બાળક પડી ગયું હતું. 5 વર્ષીય દર્શૂલ નામના બાળકનું મોત થયું છે. બિલ્ડરની બેદરકારીથી બાળકના મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટાંકીનું ઢાંકણું ખુલ્લું હોવા વિશે સભ્યએ જાણ કરી હતી. બિલ્ડરે સોસાયટીના સભ્યની વાત ધ્યાને ન લીધી હતી. બિલ્ડરે સોસાયટીને હજુ સુધી વહીવટ સોંપ્યો નથી.
અમદાવાદમાં બાળકનું ટાંકીમાં પડી જતા મોત













