અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન અને LG હોસ્પિટલ ફરી એકવાર તેની કથળતી હાલતને કારણે ચર્ચામાં છે. આ હોસ્પિટલોને કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં તેની હાલત દયનીય છે. તાજેતરમાં જ, LG હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં શ્વાન આંટાફેરા કરતા જોવા મળ્યા હતા જે દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. આ દ્રશ્યો દર્શાવે છે કે હોસ્પિટલ તંત્રની બેદરકારી કેટલી હદે વધી ગઈ છે જ્યાં દર્દીઓની સુરક્ષા પણ જોખમમાં મુકાઈ રહી છે. આવા સંવેદનશીલ વિભાગમાં શ્વાનનું ફરવું એ હોસ્પિટલની સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
જૂની LG હોસ્પિટલની ઈમારત પણ અત્યંત જર્જરિત













