અમદાવાદમાં જાણે અકસ્માત રોકાવાનું નામ નથી લઈ રહ્યો તેવું લાગી રહ્યું છે, શહેરના ઘોડાસર વિસ્તારમાં ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં બે કાર સામ સામે અથડાઈ છે અને એક કાર તો દુકાનની અંદર ઘુસી જતા રહી ગઈ છે, સ્કોર્પિયો કારના ચાલકે બેફામ કાર હંકારીને લોકોના જીવ જોખમમાં મૂકયા હતા અને અકસ્માત સર્જયો હતો.
અમદાવાદમાં રફ્તારના રાક્ષસનો આતંક યથાવત છે
અમદાવાદના ઘોડાસરમાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સ્કોર્પિયો કારચાલકે બેફામ કાર હંકારી અને બીજી કાર સામે અથડાઈ હતી, રોડ બેઠેલા લોકોમાં દોડધામ મચી હતી અને આ ઘટનામાં વાહનોને પણ નુકસાન થયું છે, અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળા ઉમટયા હતા અને લોકોમાં ગભરાહટ પણ જોવા મળ્યો હતો ત્યારે ટ્રાફિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી, આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહી તેની માહિતી હાલ સામે આવી નથી.
અમદાવાદમાં ફુલ સ્પીડમાં કાર હંકારી કાર ચાલકે સર્જયો અકસ્માત
થોડા દિવસ અગાઉ અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા, નબીરાઓ બેફામ રીતે કાર હંકારી લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે, આવી જ ઘટના ઘોડાસર વિસ્તારમાં બની હતી અને માંડ માંડ લોકોના જીવ બચ્યા હતા, પોલીસ પણ આવા બેફામ કાર ચાલકો સામે ગુનો તો નોંધે છે પણ કાયદાનો પાઠ ભણાવવામાં કાચી પડી રહી છે, આસપાસના સ્થાનિકોનું કહેવું છે કે, કાર એટલી સ્પીડમાં હતી કે જો પલટી મારી ગઈ હોત તો કોઈનો જીવ ગયો હોત તે પણ નક્કી હતુ.