ગુજરાત હાઈકોર્ટે એક 25 વર્ષ જૂના અને અત્યંત ગંભીર એવા આતંકવાદ સાથે જોડાયેલા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટના ચુકાદાને રદ કરીને કેસના ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર ઘટના 1998ની છે. તત્કાલીન પી.આઈ. તરુણ બારોટને મળેલી બાતમીના આધારે પોલીસે સાયરા બાનુ શેખના ઘરે રેડ પાડી હતી. આ રેડ દરમિયાન પોલીસ અને આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. જેમાં 6 લોકોના મોત થયા હતા.
1999માં કરાયેલી અરજીનો 25 વર્ષે ચુકાદો













