અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટ પહેલાં જ મોટો વિવાદ ઊભો થયો છે. કોન્સર્ટને હવે માત્ર 24 કલાકનો સમય બાકી રહ્યો છે, ત્યારે સ્ટેડિયમની ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કાર્યક્રમ પહેલાં ફાયરની એનઓસી નહીં હોવાની બાબત સામે આવતાં લાખો પ્રેક્ષકોની સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.
કોન્સર્ટ પહેલાં ફાયર સેફ્ટીનો મુદ્દો ગરમાયો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝનો કોન્સર્ટ યોજાવાનો છે. આ કાર્યક્રમને લઈને તૈયારીઓ વચ્ચે હવે ફાયર સેફ્ટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. કોન્સર્ટ શરૂ થવાના માત્ર 24 કલાક પહેલાં પણ ફાયર એનઓસી મળી ન હોવાની વિગતો સામે આવી છે. ફાયરની મંજૂરી વિના આટલા મોટા કાર્યક્રમનું આયોજન કેવી રીતે થશે તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.
લાખો પ્રેક્ષકોની સુરક્ષાનો સવાલ
આ કોન્સર્ટમાં લાખોની સંખ્યામાં પ્રેક્ષકો ઉમટવાની શક્યતા છે. આવી સ્થિતિમાં સ્ટેડિયમમાં આવનારા દરેક વ્યક્તિની સુરક્ષા સૌથી મહત્વનો મુદ્દો બની રહ્યો છે. ફાયર સેફ્ટીની મંજૂરી વગર કાર્યક્રમ યોજાય તો કોઈ દુર્ઘટના સર્જાવાની સ્થિતિમાં જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.
ફાયર NOC વિના કાર્યક્રમ યોજાશે?
કોન્સર્ટને ગણતરીના કલાકો બાકી હોવા છતાં ફાયર એનઓસીનો મુદ્દો ઉકેલાયો નથી. ફાયર સેફ્ટી સંબંધિત મંજૂરી મળી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા સામે આવી નથી. લાખો લોકો એકત્ર થવાના હોય ત્યારે સુરક્ષાની વ્યવસ્થાઓ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી હોવાનો મુદ્દો પણ ચર્ચામાં છે.
આયોજકોના મૌનથી અનેક સવાલો
આ સમગ્ર વિવાદ વચ્ચે આયોજકો તરફથી આ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ફાયર એનઓસી અંગેની સ્થિતિ શું છે અને પ્રેક્ષકોની સુરક્ષા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે આયોજકોનું મૌન અનેક શંકાઓ ઊભી કરી રહ્યું છે.
કાર્યક્રમ પર સંકટનાં વાદળો?
એક તરફ દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને ચાહકોમાં ઉત્સાહ છે, તો બીજી તરફ ફાયર સેફ્ટીનો મુદ્દો ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. હવે સવાલ એ છે કે કાર્યક્રમ પહેલાં ફાયર એનઓસી મળશે કે નહીં અને લાખો પ્રેક્ષકોની સુરક્ષાની જવાબદારી કોણ સંભાળશે?
આ પણ વાંચો : Cyclone Akvan Live : ભીષણ વાવાઝોડા અકવાનનું લેન્ડફોલ શરૂ, આગામી 3 કલાક સુધી ચાલશે ભારે તોફાન