ગુજરાતના અમદાવાદ (Ahmedabad) શહેરમાં દિલજીત દોસાંજ (Diljit Dosanjh) ના કોન્સર્ટને લઈને મોટેરા (Motera) સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) તરફ જતો મુખ્ય માર્ગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. મેગા કોન્સર્ટ દરમિયાન મોટી સંખ્યામાં ઉમટનારા લોકો અને વાહનોની અવરજવરને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પોલીસ કમિશનર (Police Commissioner) ના જાહેરનામા બાદ આ રસ્તાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જાહેરનામા મુજબ, જનપથ ટી (Janpath T) થી સ્ટેડિયમ ગેટ (Stadium Gate) સુધીનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે, જ્યારે કૃપા રેસિડેન્સી ટી (Krupa Residency T) સુધી વાહનચાલકોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

તપોવન સર્કલથી પ્રબોધરાવળ સર્કલ તરફ ડાયવર્ઝન   

પોલીસના ટ્રાફિક પ્લાન અનુસાર, કૃપા રેસિડેન્સીથી મોટેરા ગામ ટી (Motera Gam T) સુધીના માર્ગ પર પણ વાહનોની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાહનચાલકોની સુવિધા માટે તપોવન સર્કલ (Tapovan Circle) થી પ્રબોધરાવળ સર્કલ (Prabodhraval Circle) તરફ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, વાહનચાલકો ભાટ-કોટેશ્વર રોડ (Bhat-Koteshwar Road) થઈને એપોલો સર્કલ (Apollo Circle) તરફ અવરજવર કરી શકશે, જેથી શહેરના અન્ય ભાગોમાં જતા લોકોને ભારે ટ્રાફિક જામનો સામનો ન કરવો પડે.   

કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે

તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક પ્રતિબંધ અને ડાયવર્ઝન (Traffic Diversion) અમલમાં રહેશે. મોટેરા સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર ખડેપગે તૈનાત છે. વાહનચાલકો અને નાગરિકોને અસુવિધા ન થાય તે માટે જાહેરનામાનો અમલ કરી નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.   

આ પણ વાંચો : Surendranagar News : લખતરમાં પાંજરાપોળની બેદરકારીનો વીડિયો વાયરલ, ગાયોના ઘાસચારા સાથે ગોબર અને ગૌમૂત્ર ભળ્યાનો આક્ષેપ