અમદાવાદ શહેરમાં યોજાનારા પ્રખ્યાત ગાયક દિલજીત દોસંજના કોન્સર્ટને લઈને અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાને સઘન બનાવવા માટે મેગા રિહર્સલ કરવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે કોન્સર્ટમાં આવનાર કોઈપણ નાગરિકને અગવડ ન પડે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.

ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે વિશેષ ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યા છે, અને નાગરિકોને વધુમાં વધુ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. મેટ્રોની ફ્રિકવન્સી પણ વધારવામાં આવી છે.

90 હજાર દર્શકોની હાજરી અને સ્ટેડિયમમાં ચુસ્ત બંદોબસ્ત

આ કોન્સર્ટ દરમિયાન સ્ટેડિયમમાં અંદાજે 85,000 થી 90,000 જેટલા દર્શકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. સુરક્ષાના ભાગરૂપે સ્ટેડિયમ પરિસરમાં ડોગ સ્ક્વોડ, રેપિડ એક્શન ટીમ (RAT), 3 SRP ની ટુકડીઓ તેમજ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે.

Diljit Concert in Ahmedabad: Police Beef up Security with Mega Arrangements

સમગ્ર સ્ટેડિયમ પર સીસીટીવી કેમેરા દ્વારા બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, કટોકટી કે જરૂરિયાતના સમયે લોકોને મદદરૂપ થવા માટે પોલીસ જવાનો સાદી વેશભૂષા (સિવિલ ડ્રેસ)માં પણ તૈનાત રહેશે. અગાઉ મળેલી ધમકીઓને ધ્યાનમાં રાખીને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

Diljit Concert in Ahmedabad: Police Beef up Security with Mega Arrangements

આ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ અને કડક ચેતવણી

કોન્સર્ટમાં સુરક્ષાના કારણોસર દર્શકો માટે કેટલીક ચીજવસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં લેપટોપ, આઈપેડ અને પાણીની બોટલો સાથે લઈ જવા પર પ્રતિબંધ છે. કોન્સર્ટ શરૂ થાય તે પહેલાં સમગ્ર વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે.

Diljit Concert in Ahmedabad: Police Beef up Security with Mega Arrangements

કમિશનરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, નશાની હાલતમાં પકડાનારા સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, ઓનલાઈન પાસના નામે થતી ઠગાઈ અટકાવવા માટે સાયબર ક્રાઈમની ટીમોને પણ સક્રિય કરી દેવામાં આવી છે.


આ પણ વાંચો: Ahmedabad News: જો દિલજીત દોસાંજના કોન્સર્ટમાં આ 4 ગીતો રજૂ થતાં તો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચશે