નમો સ્ટેડિયમ (Namo Stadium) ખાતે યોજાયેલા દિલજીત દોસાંજ (Diljit Dosanjh) ના કોન્સર્ટ દરમિયાન ગીતોના શબ્દોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે સિંગરે આકરો ટોણો માર્યો હોવાની વિગતો સામે આવી છે. પ્રતિબંધિત શબ્દો અને ખાસ કરીને દારૂ (Alcohol / Daru) શબ્દ વાળા ગીતો પર વિરોધ કરનારાઓને સંબોધતા દિલજીતને આ મામલે કોઈ અફસોસ (Regret) ન હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે. વિરોધના સૂર વચ્ચે કોન્સર્ટના મંચ પરથી તેણે માફી માંગવાને બદલે સીધો ટોણો મારીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

"વિદેશીઓનો વિરોધ નહીં, તો મારો કેમ?"

કોન્સર્ટ દરમિયાન દિલજીત દોસાંજે વિરોધ કરનારાઓના વલણ સામે સવાલ ઉઠાવતા ડબલ સ્ટાન્ડર્સ (Double Standards) ની વાત કરી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં ટોણો માર્યો હતો કે જ્યારે વિદેશી કલાકારો કે વિદેશીઓના ગીતો અને કલ્ચરનો વિરોધ થતો નથી, તો માત્ર પોતાનો અને પોતાના ગીતોનો જ વિરોધ કેમ કરવામાં આવે છે. આ ટિપ્પણી દ્વારા દિલજીતે વિરોધ કરનારાઓની બેવડી નીતિ સામે સવાલો ઊભા કર્યા હતા.

https://www.instagram.com/reel/DgAy1B_D46H/?utm_source=ig_web_copy_link&gwpx=MzRlODBiNWFlZA==&avpt=MzRlODBiNWFlZA==

માફીને બદલે ટોણાથી ચર્ચામાં આવ્યો કોન્સર્ટ

સામાન્ય રીતે વિવાદો વચ્ચે કલાકારો માફી માંગીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ નમો સ્ટેડિયમના કોન્સર્ટમાં દિલજીતે માફી માંગવાને બદલે ટોણો મારતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ડબલ સ્ટાન્ડર્સ અને વિદેશીઓના વિરોધ ન થવા અંગેની તેની વાતને લઈને સોશિયલ મીડિયા અને ચાહકોમાં ભારે ચર્ચા જાગી છે. એક તરફ તેના સમર્થકો તેની બેબાક શૈલીને આવકારી રહ્યા છે, તો બીજી તરફ ગીતોના શબ્દોના વિરોધને લઈને વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : વિરમગામમાં ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો, વણી ગામમાંથી અમદાવાદ ગ્રામ્ય SOGની કાર્યવાહી