દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદથી દેશ-વિદેશના પ્રવાસન સ્થળોએ જવા માટે વિમાની ભાડાં આસમાને પહોંચી ગયા છે.29 ઓક્ટોબર અને 28 નવેમ્બરના વિમાની ભાડાની સરખામણી કરીએ તો અમદાવાદથી શ્રીનગરનું લઘુત્તમ ભાડું રૂ.15,593 વધીને સીધું રૂ.24,538 થઈ ગયું છે,જે 173.4 ટકાનો જંગી ઉછાળો દર્શાવે છે. અમૃતસરનું લઘુત્તમ ભાડું રૂ.8,019થી વધીને રૂ. 16,642 થતાં 107.5 ટકા અને દહેરાદૂનનું રૂ.7,612થી વધીને રૂ.16,195 થતાં 112.8 ટકા વધ્યું છે.

હવાઈ ભાડાં

અમદાવાદથી વિમાનના ભાડાંમાં વધારો

વિદેશી સ્થળોની વાત કરીએ તો,બાલીના લઘુત્તમ ભાડામાં રૂ. 10,196નો એટલે કે 46.6 ટકા વધારો નોંધાયો છે.જ્યારે સિંગાપોરનું લઘુત્તમ ભાડું રૂ.15,498થી વધીને રૂ. 21,225 થયું છે.સ્થાનિક રૂટમાં મુંબઈનું લઘુત્તમ ભાડું 25.2 ટકા અને દિલ્હીનું 93.3 ટકાનો વધારો જોવા મળ્યો છે.જોકે ગોવા,દહેરાદૂન અને દિલ્હી સહિત કેટલાક સ્થળોના મહત્તમ ભાડાંમાં ઘટાડો પણ નોંધાયો છે.વાસ્તવિક ભાડું એરલાઇન,સીટની ઉપલબ્ધતા અને બુકિંગના સમય પ્રમાણે બદલાઈ શકે છે.

હવાઈ ભાંડાની વાત

દેશના જ વિવિધ પ્રવાસન સ્થળોની ઇન્ક્વાયરી

બીજી તરફ, પશ્ચિમ એશિયા (આરબ દેશો)અને ઇરાનમાં યુદ્ધની સ્થિતિને પગલે આ વર્ષે પ્રવાસીઓનો ઝોક તે તરફ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. દિવાળી વેકેશનમાં ગુજરાતીઓ સહપરિવાર પ્રવાસે નીકળતા હોય છે, ત્યારે આ વખતે આંતરરાષ્ટ્રીય સ્થળો કરતાં દેશના જ વિવિધ પ્રવાસન સ્થળોની ઇન્ક્વાયરી વધુ થઈ રહી છે. ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ભારતના હિલ સ્ટેશનો તેમજ દર્શનીય સ્થળો પર જવા લોકો વધુ ઉત્સુક જણાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Dahod: સિંગવડના ચૂંદડી ગામે ગેરકાયદે ક્વાર્ટ્ઝનું ખનન કરતાં છ વાહનો જપ્ત