દિવાળીના પાવન તહેવારોમાં પોતાના વતન અને પરિવારજનો સાથે તહેવાર ઉજવવા માટે જઈ રહેલા મુસાફરો માટે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન હાલ અસુવિધાનું કેન્દ્ર બન્યું છે. "વતનની વાટમાં વિઘ્ન" સમાન સ્થિતિ સર્જાઈ છે કારણ કે રેલવેની વહીવટી વ્યવસ્થામાં રહેલા મોટા છિદ્રોના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટહેવારોની સિઝનમાં અચાનક વધી ગયેલા પ્રવાસીઓના પ્રવાહ સામે રેલવે તંત્રના તમામ દાવાઓ પોા પોલ ખોલતા સાબિત થયા છે, જેના કારણે સ્ટેશન પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કન્ફર્મ ટિકિટ માટે બે દિવસથી રાહ
હજારોની સંખ્યામાં મુસાફરોને નિયમિત ટિકિટ કે રિઝર્વેશન ન મળતા તેઓ અત્યંત પરેશાન થઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવા માટે બે-બે દિવસ સુધી રાહ જોવી પડી રહી છે. તત્કાલ ટિકિટ મેળવવા માટે વહેલી સવારથી જ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને કાઉન્ટર બહાર લાંબી-લાંબી કતારો લાગી છે. ટિકિટ મેળવવાની આ અંદરોઅંદરની પડાપડીમાં સિનિયર સિટીઝનો, મહિલાઓ અને બાળકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
