દિવાળી પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ગ-4ના કર્મચારીઓ માટે ખુશખબર સામે આવી છે. કોર્પોરેશને પોતાના આશરે 16,800 વર્ગ-4ના કર્મચારીઓને પ્રતિ કર્મચારી ₹7,000નું બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના ધોરણે નક્કી કરવામાં આવેલી મર્યાદા મુજબ આ બોનસ ચૂકવવામાં આવશે.
16,800 કર્મચારીઓને મળશે લાભ
AMCના આ નિર્ણયથી કોર્પોરેશનમાં ફરજ બજાવતા આશરે 16,800 વર્ગ-4ના કર્મચારીઓને સીધો લાભ મળશે. દરેક કર્મચારીને ₹7,000 પ્રમાણે બોનસની ચુકવણી કરવામાં આવશે. દિવાળીના તહેવાર પહેલાં મળનારી આ રકમથી કર્મચારીઓને આર્થિક રાહત મળશે.
