અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન ગરબા સ્થળો અને મુખ્ય માર્ગો પર ભીડ નિયંત્રણ માટે પોલીસનું વિશેષ આયોજન રહેશે.SG હાઇવે અને SP રિંગ રોડના ૧૫ મહત્વના સ્પોટ પર ટ્રાફિક વ્યવસ્થા,ડાયવર્ઝન અને પાર્કિંગ પર નજર રહેશે.NRI અને Gen-Z સાથે સરળ સંવાદ માટે ઇંગ્લિશ પોલીસ પાર્ટી મેદાનમાં કામગીરી કરશે.ગરબા સ્થળે રાત્રે 8 વાગ્યાથી ભીડ સંપૂર્ણ વિખેરાય ત્યાં સુધી બંદોબસ્ત રહેશે.જાહેર રસ્તા પર પાર્કિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઇવ, સ્ટંટ અને કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી થશે. હાઇવે-રિંગ રોડ પર નાકાબંધી કરી ફાર્મહાઉસ, હોટલ અને ઢાબાનું ચેકિંગ કરાશે.
આ વખતે ઇંગ્લિશ પોલીસ પાર્ટી ગ્રાઉન્ડ પર કામગીરી કરશે
નવરાત્રિમાં NRI અને Gen-Zની મોટી હાજરીને ધ્યાનમાં રાખીને આ વખતે ઇંગ્લિશ પોલીસ પાર્ટી ગ્રાઉન્ડ પર કામગીરી કરશે.ખાસ કરીને યુવાનો અને NRIને ટ્રાફિક, પાર્કિંગ, પ્રવેશ-નિકાસ અને સુરક્ષા સંબંધિત સૂચનાઓ અંગ્રેજીમાં સરળતાથી સમજાવી શકાય તે માટે આ ટીમની મદદ લેવામાં આવશે.સોશિયલ મીડિયા પર પોલીસની 24 કલાક નજર રહેશે.પરવાનગીની શરત તૂટશે તો પરવાનગી રદ કરીને ગુનો નોંધાશે.મોટા ગરબા માટે આયોજકોનો નોડલ અને પોલીસનો સંકલન અધિકારી રહેશે.મહિલા સુરક્ષા માટે અલગ પ્રવેશ,મહિલા બાઉન્સર-ગાર્ડ, SHE ટીમ અને હેલ્પ ડેસ્ક રહેશે.
