અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS તંત્રની વધુ એક બેદરકારી સામે આવી છે. લાલ દરવાજા ખાતે આવેલો રૂપાલી કન્સેસન પાસ ડેપો જ્યાં એક સમય બસોની અવરજવર રહેતી હતી ત્યાં હવે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. ઈલેક્ટ્રીક બસો પાર્કિંગમા પડી હોવાના કારણે ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.AMTS ઈલેક્ટ્રિક બસ દુર્દશા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. 


JBM કંપનીને 25 હજાર રૂપિયાનો દંડ

અમદાવાદ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઈલેક્ટ્રીક બસોની દુર્દશા અને દારૂનો અડ્ડો બની ગયેલી કોર્પોરેશનની જગ્યાની મુલાકાત લીધી હતી. તેમણે અધિકારીઓને રોજ ત્યાં રાઉન્ડ લેવાની સૂચના આપી છે. શહેરમાં લોકોની સુવિધા માટે 325 જેટલી નવી AC બસનો ઓર્ડર અપાયો હતો. ACની ખામીના કારણે 5 મહિનાથી બસો ધૂળ ખાઈ રહી છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ આપનાર JBM કંપનીને 25000 રૂપિયાનો દંડ કરાયો છે. જ્યારે ડોક્શન સિક્યુરિટી કંપનીને 10000 રૂપિયાનો દંડ ફટાકારાયો છે.  

નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા

અમદાવાદમાં AMTS પાર્કિંગ વિસ્તારમાં દારૂની બોટલો, નશા માટે વપરાતી સિરપ અને દવાઓની બાટલીઓ મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી નવી ઇલેક્ટ્રિક બસો હાલ ડેપોના મેદાનમાં ઉભી રહી ધૂળ ખાઈ રહી છે.બીજી તરફ સુરક્ષાના અભાવે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના પણ બનાવો સામે આવ્યા છે.ડેપોના મેદાનમાં ચારે તરફ દારૂની ખાલી બોટલો અને અન્ય કચરો જોવા મળ્યો હતો.એટલું જ નહીં, અહીં પાર્ક કરાયેલી નવી ઇલેક્ટ્રિક બસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચોઃ Ahmedabad : ઓલા, ઉબર અને રેપિડોના ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ મુદ્દે હાઇકોર્ટનું કડક વલણ, એક સપ્તાહમાં જવાબ માંગ્યો!


  • Follow us on: