અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ કાળીગામ રેલવે યાર્ડમાં આજે બપોરે એક ટ્રેનના ડબ્બામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. આ આગને પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સાબરમતીમાં આગ

ડબ્બામાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો

કાળીગામ યાર્ડમાં પડેલી ટ્રેનના એક ડબ્બામાં આજે બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ ટ્રેનના ડબ્બામાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને આગને આગળ ફેલાતી અટકાવી હતી.ફાયર ફાઇટરોએ સમયસર પહોંચીને આગને કાબૂમાં લઈ લીધી છે. કોઈ મુસાફર હાજર ન હોવાથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. 

આગ બુઝાવી

રેલવે તંત્રએ આગને લઈને તપાસ હાથ ધરી

ફાયર વિભાગના જણાવ્યા અનુસાર જે ડબ્બામાં આગ લાગી હતી તેને રેલવે વિભાગ દ્વારા ભંગારમાં કાઢી નાખવામાં આવ્યો હતો.જેથી તે વપરાશમાં રાખવામાં આવ્યો નહતો.આ ડબ્બો ખાલી હોવાને કારણે અને તેમાં કોઈ મુસાફરો ન હોવાથી એક મોટી હોનારત ટળી ગઈ છે.ટ્રેનના આ નકામા ડબ્બામાં આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી છે કે કેમ તે દિશામાં રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat News:કામરેજના ધાતવા ગામે ગેરકાયદેસર ફ્રૂટ બીયર ફેક્ટરી ઝડપાઈ, 1.78 લાખનો મુદ્દામાલ જપ્ત