ગાંધીનગરમાં સોમવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સિનિયર આઈપીએસ અધિકારીઓ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને મેરેથોન બેઠક યોજાઈ ગઈ છે. સામાન્ય રીતે દિવસના સમયે યોજાતી બેઠકોને બદલે આ મહત્વની વહીવટી બેઠક મોડી રાત્રે શરૂ થઈ હતી અને વહેલી સવાર સુધી અવિરત ચાલી હતી. આ હાઈ-પ્રોફાઈલ બેઠકમાં સિનીયર આઇપીએસ હાજર રહ્યા હતા, જેને પગલે વહીવટી અને પોલીસ આલમમાં ભારે ચર્ચા જાગી છે.


વહીવટી કામકાજ અંગેની નિયમિત બેઠક

આ હાઈ-લેવલ બેઠક અંગે ખુદ હર્ષ સંઘવીએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, "આ સંપૂર્ણપણે એક વહીવટી કામકાજ અંગેની નિયમિત બેઠક હતી. દિવસ દરમિયાન જનસંપર્ક અને અન્ય પૂર્વ-નિર્ધારિત કાર્યક્રમોનું વ્યસ્ત શિડ્યુઅલ હોવાના કારણે, આ બેઠક મોડી રાત્રે શરૂ કરવાની ફરજ પડી હતી, જે વહેલી સવાર સુધી ચાલી હતી." તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવાના ભાગરૂપે દર મહિને આ પ્રકારે રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવે છે.

પ્રવર્તમાન સ્થિતિની ખૂબ જ બારીકાઈથી સમીક્ષા

આ રાત્રિ બેઠક દરમિયાન રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિની ખૂબ જ બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી. હર્। સંઘવીઅ તમામ સિનિયર અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપતાં 'નાગરિક-કેન્દ્રિત સેવાઓ' પર સૌથી વધુ ભાર મૂકવા જણાવ્યું છે. સામાન્ય જનતાને પોલીસ સ્ટેશનોમાં ન્યાય મળે અને ગુનેગારોમાં પોલીસનો ખોફ કાયમ રહે તે દિશામાં કામ કરવા આદેશો અપાયા છે. મોડી રાતથી વહેલી સવાર સુધી ચાલેલી આ સમીક્ષા બેઠક બાદ આગામી દિવસોમાં પોલીસિંગ વ્યવસ્થામાં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળી શકે છે.


આ પણ વાંચો----   Sandesh Digital Explainer : સ્પા કે સ્કેમ..? રિલેક્સેશનના ઓઠા હેઠળ ધમધમતી ‘સિન્ડિકેટ’ અને બરબાદ થતી યુવા પેઢી


  • Follow us on: