અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં મુસાફરો પાસેથી કુલ 770.33 ગ્રામ જેટલું સોનું ઝડપી પાડવામાં આવ્યું છે.અબુધાબીથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં એક મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેની પાસેથી આ કિંમતી સોનું મળી આવ્યું હતું.

સોનાની ગેરકાયદેસર દાણચોરી 

એરપોર્ટ પરથી ઝડપાયેલા સોનાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1.13 કરોડથી પણ વધુ આંકવામાં આવી રહી છે.કસ્ટમ્સ અધિકારીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે,એક ટૂર ઓપરેટર સામાન્ય મુસાફરોનો ઉપયોગ કરીને સોનાની ગેરકાયદેસર દાણચોરી કરાવી રહ્યો હતો.

ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ટૂર ઓપરેટરની ધરપકડ

આ મોટો ખુલાસો થતાં જ કસ્ટમ્સ વિભાગે તુરંત કાર્યવાહી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા ટૂર ઓપરેટરની ધરપકડ કરી લીધી છે. આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ સાથે સંકળાયેલા આ સમગ્ર નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે વિભાગ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલનો રમૂજભર્યો અંદાજ, ‘2047માં અમારામાંથી ઘણા નહીં હોય, પણ હર્ષભાઈ તો હશે જ', Video