અમદાવાદના રાણીપ બસપોર્ટ ખાતે રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા 51 નવી ST બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી બસોમાં વોલ્વો, સ્લીપર અને ડિલક્સ બસોનો સમાવેશ થાય છે. આ નવા ઉમેરાથી રાજ્યની વાહનવ્યવહાર સુવિધામાં નોંધપાત્ર વધારો થયો છે, જે મુસાફરો માટે એક મોટી રાહત છે. સરકારે મુસાફરોની સુવિધા અને આરામનું ધ્યાન રાખીને આ બસોનો કાફલો વધાર્યો છે. આ બસોના કારણે રાજ્યના દૂર-સુદૂરના ગામડાઓને પણ સિટી સાથે જોડવામાં મદદ મળશે.
મુસાફરોને લાંબા અંતરમાં આરામ દાયક સુવિધા













