આજરોજ સિદ્ધપુરથી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા ત્રણ નવી આધુનિક બસોનું લોકાર્પણ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ફ્લેગ ઑફ કરીને કરવામાં આવ્યું છે. હવે સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર રૂટ પર નવી અને સુવિધાસંપન્ન બસો દોડશે,


આરામદાયક મુસાફરી માટે હવે નવી ત્રણ બસો આવી

સિદ્ધપુરથી માતાનોમઢ, ભુજ અને સંતરામપુર સુધીના પહેલાંથી ચાલી રહેલા રૂટ પર હવે નવી અને આધુનિક બસો ચાલશે, જેના કારણે મુસાફરોને વધુ આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. ખાસ કરીને રોજિંદા ધંધા-રોજગાર, અભ્યાસ અને ધાર્મિક પ્રવાસ માટે મુસાફરી કરતા લોકોને વધુ લાભ થશે. તેમના માટે આ નવી બસો વધુ ઉપયોગી સાબિત થશે.

ધાર્મિક, પ્રવાસન અને વેપારીઓ હવે નવી બસ સાથે કરશે સહેલાઈથી સફર

આ નવી બસો સાથે હવે મુસાફરી વધુ આરામદાયક, સમય બચાવનારી અને ભરોસાપાત્ર બનશે. ગામડાં અને નાનાં શહેરોના લોકોને મોટા શહેરો સાથે જોડતી આ સેવા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તથા વેપારીઓ માટે વધુ સરળતા લાવશે. માતાનોમઢ જેવા ધાર્મિક સ્થળો, ભુજ જેવા પ્રવાસન કેન્દ્રો અને સંતરામપુર જેવા વ્યાવસાયિક સ્થળો સુધી હવે વધુ સજ્જ બસોમાં મુસાફરી કરી શકાશે તથા વ્યાવસાયિક શહેરો તાજેતરની બસ સેવાને કારણે વધુ નજીક થઈ જશે.

  • Follow us on: